રાજકોટ
News of Thursday, 3rd September 2020

કોરોનાના કેસમાં વધારો થતા રાજકોટ શહેર - જિલ્લાની ૨૭ ખાનગી હોસ્પિટલના ૫૦% બેડ અનામત રાખવા હુકમ

પ્રાઈવેટ હોસ્પિટલને બેડ રીઝર્વ રાખવા રાજકોટ જિલ્લા કલેકટરની સુચના

રાજકોટ, તા. ૩ : રાજકોટમાં કોરોનાની ગંભીર સ્થિતિ અને વકરતો અટકાવવા હવે રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા દર્દીઓને વધુ સારવાર મળી રહે તે માટે શહેર - જિલ્લાની ૨૭ ખાનગી હોસ્પિટલોને ૫૦% બેડ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવા હુકમ કર્યા છે.

ગઈકાલે જાહેર થયેલ હુકમ અનુસાર રાજકોટ શહેર - જિલ્લાની નિશ્ચિત થયેલ હોસ્પિટલોની કોવિડ-૧૯ના દર્દીઓ માટે દરેક કેટેગરીના ૫૦% બેડ આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના ઠરાવથી નિયત કરેલ સારવારના દરો અને શરતો મુજબ સરકારશ્રીને સોંપવા હુકમ કરવામાં આવે છે. આ ખાનગી હોસ્પિટલો તથા કલીનીકોએ કોવિડ-૧૯ સિવાયના દર્દીઓ માટે એટલે કે અન્ય રોગના દર્દીઓ માટે બાકીના ૫૦ ટકા બેડનો ઉપયોગ કરી શકશે. દરેક કેટેગરીના ૫૦ ટકા બેડ કોવિડ-૧૯ના દર્દીઓ માટે સરકારશ્રી માટે રીઝર્વ રાખવાના રહેશે.

પરિપત્રમાં એનેક્ષર - એમાં દર્શાવેલ હોસ્પિટલમાં ગોકુલ હોસ્પિટલ કુવાડવા રોડ, ઓલમ્પસ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, એચ.જે. દોશી હોસ્પિટલ, શ્રી જલારામ હોસ્પિટલ, શાંતિ હોસ્પિટલ, શ્રી ગીરીરાજ હોસ્પિટલ, સિનર્જી હોસ્પિટલ, સદ્દભાવના હોસ્પિટલ, પ્રગતિ હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ, કુંદન હોસ્પિટલ, જીનેસીસ હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, આર્શીવાદ હોસ્પિટલ, વાત્સલ્ય હોસ્પિટલ, વિરલ હોસ્પિટલ, શિવ હોસ્પિટલ, સારથી હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, દશાશ્રીમાળી હોસ્પિટલ તેમજ ગામ્યકક્ષાની પાંચ હોસ્પિટલ સમાવેશ થાય છે.

(2:44 pm IST)