રાજકોટ
News of Thursday, 3rd September 2020

ડોકટરો અને સ્ટાફની મહેનતથી મે કોરોનાને હરાવ્યો છઃ દયાબેન સોરઠીયા

કોરોનાને મ્હાત આપતા વયોવૃધ્ધ દયાબા

રાજકોટ તા. ૩: ડોકટરો અને સ્ટાફની મહેનતથી મારી તંદુરસ્તી પાછી આવી છે, તેઓએ મને નવજીવન આપ્યું છે અને તેના કારણે જ મે કોરોનાને હરાવ્યો છે. આ શબ્દો છે, રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ માત્ર ૭ દિવસમાં કોરોનાને મ્હાત આપનાર ૭૨ વર્ષીય દયાબાના. જેઓ હાલ સમરસ હોસ્ટેલમાં આઇસોલેશનમાં છે.

માનવીનું જીવન ઓકિસજન વિના શકય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓકિસજન ન મળે તો માણસનું મૃત્યુ થવાની સંભાવના રહેલી છે. હાલ કોરોનાનાં સંક્રમણમાં આવતા દર્દીઓમાં મોટા ભાગે શરીરમાં ઓકિસજનનું લેવલ ઓછું જોવા મળે છે. આવો એક કિસ્સો રાજકોટના રણછોડ વિસ્તારનામાં રહેતા દયાબા સાથે બન્યો,ઙ્ગ તેમને તાવ અને ઉધરસ, શરીરમાં નબળાઈ તથા શ્વાસ લેવામાં તકલીફ જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા જયાં ટેસ્ટ કરતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા.ઙ્ગઙ્ગ

તબીબો અને આરોગ્ય કર્મીઓની મહેનતના પરિણામે કોરોના મૂકત બનેલા વયોવૃધ્ધ દયાબા પોતાની સારવારનો અનુભવ વ્યકત કરતા જણાવે છે કે, સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા સમયસરની સારવાર અને હુંફને કારણે કોરોનાને હરાવવા માટેનું મારૂ મનોબળ મજબૂત થયું, હોસ્પિટલમાં ઘર પરિવારની જેમ જ ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારસંભાળ રાખે છે. સમયસર જમવાનું, ગરમ દૂધ, નાસ્તો, બિસ્કીટ આપવામાં આવે છે, ઉપરાંત દરેક દર્દીને આયુર્વેદ ઉકાળો પણ અપાય છે,ઙ્ગ હું અત્યારે કોરોના મૂકત બની સમરસ હોસ્ટેલમાં આઈસોલેટ છું, અહિંયા પણ મને નાસ્તો, ભોજન અને દવા સમયસર આપવામાં આવે છે. દયાબેનના જમાઈ રમેશભાઈ અકબરી જણાવે છે કે, કોણ કહે છે કે, વયોવૃદ્ઘ લોકો કોરોના સામે જીતતા નથી, મારા સાસુ તેનું જવલંત ઉદાહરણ છે. હોસ્પિટલ દ્વારા મારા સાસુને સારી સારવાર આપવામાં આવી છે, અને એ પણ તદ્દન નિઃશુલ્ક. જે બદલ અમારો પરિવાર સિવિલ હોસ્પિટલનો ઋણી છે.

આમ, રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની લોકોને કોરોના મૂકત બનાવવા માટેની પ્રતિબદ્ઘતા અને સમયસરની સારવારના કારણે હવે ૭૨ વર્ષીય દયાબા કોરોના મુકત બની પોતાના પરિવાર સાથે તંદુરસ્ત જીવન વિતાવશે.

(3:48 pm IST)