રાજકોટ
News of Thursday, 3rd September 2020

પ્રિન્સેસ સ્કૂલના રવિભાઈ ભટ્ટ, મમતાબેન અને પિતા ઈન્દુભાઈ ભટ્ટને કોરોના પોઝીટીવ

રાજકોટ,તા.૩: શહેરની જાણીતી અને શિક્ષણક્ષેત્રે અગ્રેસર એવી પ્રિન્સેસ સ્કૂલના ઈન્દુભાઈ ભટ્ટ તેમનાં પુત્ર રવિભાઈ ભટ્ટ અને રવિભાઈનાં પત્નિ મમતાબેનને કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું આજે બપોરે અકિલા સાથેની વાતચીતમાં રવિભાઈએ જણાવેલ. બધાની તબિયત સુધારા પર છે.

પ્રિન્સેસ સ્કૂલનાં ઈન્દુભાઈ ભટ્ટ કે જેઓ રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રનાં પાયા માના એક છે તેમને કોરોના પોઝીટીવ આવતા શિક્ષણ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કર્ણાટકના ગવર્નર શ્રી વજુભાઈ વાળાના પરમમિત્ર અને ગાંધીયુગના ઈન્દુભાઈ હાલ ૯૦ વર્ષ વટાવી ચૂકયા છે. તેઓએ રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રે ખુબ મહત્વનું યોગદાન આપી અનેક વિદ્યાર્થીઓને કારકિર્દીનાં સર્વોચ્ચ શિખર પર પહોંચવામાં મદદ કરી છે.

ઈન્દુભાઈ ભટ્ટનો વારસો હાલ રવિભાઈ ભટ્ટ સંભાળી રહ્યા છે. પ્રિન્સેસ સ્કૂલનાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત રવિભાઈએ પણ પ્રિન્સેસ સ્કૂલની પ્રથાને જાળવી રાખી છે. તેઓ સંગીતક્ષેત્રે પણ કાર્યરત છે.

શહેરનાં જાણીતા સંગીતજ્ઞ કાંતિભાઈ સોનછત્રા પાસે રવિભાઈએ કિ-બોર્ડની તાલીમ લઈ સંગીતમાં પણ મહત્વનું યોગદાન આવતા શિક્ષણ અને સંગીત જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

રવિભાઈ ભટ્ટનાં પત્નિ મમતાબેન ભટ્ટને પણ કોરોનાં થયો હોય તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે ઈન્દુભાઈ અને રવિભાઈ ભટ્ટ હોમકવોરેન્ટાઈન છે. હાલ ભટ્ટ પરિવારનાં ત્રણ સભ્યો કોરોનાગ્રસ્ત છે પણ યોગ્ય સારવાર અને તબીબી માર્ગદર્શનથી તમામની તબીયત સુધારા પર છે. ભટ્ટ પરિવારનાં રવિભાઈનાં પુત્ર મિત અને પુત્રીને કોરોનાં વળગ્યો નથી.

(3:56 pm IST)