રાજકોટ
News of Thursday, 3rd September 2020

લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવી રાજકોટને કોરોના મુકત બનાવવાની વિજયભાઇની નેમ

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ સિવિલ હોસ્પિટલને લીધી વર્ચ્યુઅલ મુલાકાત

રાજકોટ,તા. ૩: કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં અપાતી સારવાર સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીવીલ હોસ્પિટલની વચ્યુઅલ મુલાકાત લઈ કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ તેમની રાત-દિવસ જોયા વગર ખડે પગે રહી સારવાર કરી રહેલા ડોકટરો તથા નર્સ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમદાવાદના ડો. સંજય કાપડિયાએ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડની વિગતવાર વીડિયો કોલિંગની મારફતે વર્ચ્યુઅલ ટૂર કરાવી, આ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજન, દવાઓ સાધન સામગ્રી, સારવાર સુધીની તમામ બાબતો અંગે માહિતગાર કર્યા હતા.

આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વાત કરતા જાણવા મળ્યું કે રાજકોટના ગોપાલ નગર પાર્કમાં રહેતા વ્યકિતને સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ મળે છે છેલ્લા છ દિવસથી આ એ કોવિડ-૧૯ ની સારવાર લઇ રહ્યા છે. મને ડોકટરો દર કલાકે આવીને તેમનું ઓકિસજન લેવલ તેમનું મળતી સુવિધા ભોજન વગેરે બાબતો ચેક કરી જાય છે અને જયારે સિવિલ હોસ્પિટલની સેવાઓ વિશે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે દર્દીઓ માટે ભગવાન જેવા છે.

આ વર્ષે આ બાબતે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના એવી કોઈ બીમારી નથી કે જેનાથી ડરવા જેવું છે પણ હા જો કોઈને બીમારી લાગે તો તેમણે સાજા થવા માટે પૂરતા પ્રયત્નો કરવા જોઇએ અને દરેક વ્યકિત ખૂબ જલ્દીથી સાજા થાય તેવી મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ડોકટર તુષાર કેજે કોવિડ-૧૯ હોસ્પિટલના ત્રીજા માળ થી લઈને આઇસીયુની તમામ વ્યવસ્થાઓ સંભાળે છે તેમની સાથે મુખ્યમંત્રી એ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓ નાની વસ્તુઓ ઇન્જેકશન  વગેરે સુવિધાઓ  છે આ ઉપરાંત ફીઝીશ્યન એનેસ્થેસીયઙ્ગ અને ત્રણ લોકોની ટીમ ત્યાં ૨૪ કલાક સારવાર આપે છે

ડોકટરોને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોતાના જાનના જોખમની પરવાહ કર્યા વગર ડોકટરો નર્સો અને પેરામેડિકલ સ્ટાફ જે સેવા બજાવે છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે.

મુખ્યમંત્રીશ્રીએ ડોકટરો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે સિનિયર ડોકટરો દિવસમાં બે વાર આઇસીયુની વિઝીટ કરે ઉપરાંત પેશન્ટને રૂબરૂ મળે તેમજ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે જેથી તેમને માનસિક રાહત મળે તેમજ દ્યણા લોકોના મનમાં એ હોય છે કે સિવિલ હોસ્પિટલમાં પૂરતી સારસંભાળ દર્દીઓની રાખવામાં આવતી નથી પણ તો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના ડોકટરો અને નર્સ અને સ્ટાફ લોકોને પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપે છે રાજકોટ જિલ્લાના લોકોને આબા રાજકોટ જિલ્લાના તેમજ અન્ય જિલ્લાના લોકો કે જે સારવાર માટે અહીં આવે છે તે લોકોને પણ સંતુષ્ટ થાય છે આ ઉપરાંત મુખ્ય મંત્રીશ્રીએ જાય કિડનીના પણ મુલાકાત લીધી હતી જયાં ભાર્ગવ મેહુલ નામના વ્યકિત સાથે તેમણે વાત કરી હતી તેમણે પોતાનો સંતોષ વ્યકત કર્યો હતો.

(4:14 pm IST)