બુધવારે વિજયા દશમીઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઓશો હાર્ટ ડાન્સ- ધ્યાનોત્સવ
રાજકોટઃ છેલ્લા ૩૭ વર્ષો થી ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે દ્વારા અવારનવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરી રહ્યા છે.
આગામી તા.૫ ને બુધવારના રોજ વિજયા દશમી નિમિતે હરસાલની માફક ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સાંજના ૬:૩૦ થી ૮ દરમ્યાન ઓશો હાર્ટ ડાન્સ તથા સંધ્યા સન્સંગ ધ્યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરોકત વિજયા દશમીના ધ્યાનોત્સવના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરની ટીમ દ્વારા અનુરોધ કરાયો છે.
સ્થળ- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવેકાનંદ ઓરવબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી માર્ટની પાછળ, રાજકોટ.
વિશેષ માહિતી માટે- સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦