રાજકોટ
News of Monday, 3rd October 2022

પંચનાથ પ્‍લોટમાં ફલેટમાંથી દારૂ-બીયરના જથ્‍થા સાથે મોબાઇલ એકસેસરીઝનો વેપારી મિશ્રારામ પકડાયો

ડીસીપી ઝોન-૨ની એલસીબી હેડ કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મૌલિકભાઇ સાવલીયા, કોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા અને જયપાલસિંહ સરવૈયાની બાતમીઃ ૫૫ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ,તા. ૩ : પંચનાથ પ્‍લોટમાં આવેલ આત્‍મદર્શન એપાર્ટમેન્‍ટમાં ડીસીપી ઝોન-૨ની એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂ અને બીયરના જથ્‍થા સાથે મોબાઇલ એકસસરીઝનો વેપારીને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ પંચનાથ પ્‍લોટ શેરી નં. ૧૪માં આવેલા આત્‍મદર્શન એપાર્ટમેન્‍ટના ફલેટમાં દારૂનો જથ્‍થો હોવાની ડીસીપી ઝોન-૨ની એલસીબીના હેડ કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મૌલિકભાઇ સાવલીયા, કોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા તથા જયપાલસિંહ સરવૈયાને બાતમી મળતા આત્‍મદર્શન એપાર્ટમેન્‍ટ ફલેટ નં.૩૦૩માં દરોડો પાડી રૂા. ૩૮,૪૦૦ની કિંમતની દારૂની ૯૬ બોટલ તથા રૂા. ૭૨૦૦ની કિંમતના બીયરના ૭૨ ટીન મળી આવતા ફલેટમાં રહેતા મિશ્રારામ નવારામ દેવાશી (ઉવ.૨૨) (રહે. મુળ રાજસ્‍થાન)ને પકડી લઇ દારૂ-બીયરનો જથ્‍થો તથા મોબાઇલ ફોન મળી રૂા. ૫૫,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. મિશ્રારામ પંચનાથ પ્‍લોટમાં રણુજા મોબાઇલ નામની દુકાનમાં મોબાઇલ એકસેસરીઝનો વેપાર કરે છે. આ કામગીરી હેડ કોન્‍સ. વી.ડી.ઝાલા, મૌલીકભાઇ, હરપાલસિંહ, રાહુલભાઇ, જેન્‍તીગીરી, ધર્મરાજસિંહ, જયપાલસિંહ તથા મનિષભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:35 pm IST)