રાજકોટ
News of Monday, 3rd October 2022

રૈયા રોડ સુભાષનગરમાંથી ગૂમ થયેલા બાળકને ગાંધીગ્રામ પોલીસે શોધી કાઢયો

પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જનકસિંહ રાણા અને ટીમે કલાકોમાં વાલી સાથે મિલન કરાવ્‍યું

રાજકોટ તા. ૩ઃ શહેરના રૈયા રોડ પર સુભાષનગર-૮માં રહેતો રેહાન આરીફભાઇ પઠાણ (ઉ.૧૩) નામનો ટેણીયો રવિવારે સવારે અગિયારેક વાગ્યે ગૂમ થઇ જતાં પરિવારજનોઍ પોતાની રીતે શોધખોળ આદરી હતી. બાદમાં ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતાં પીઆઇ ઍસ. ઍસ. રાણે, પીઍસઆઇ જનકસિંહ જી. રાણા, ખોડુભા જાડેજા, સલિમભાઇ, શબ્બીરભાઇ મલેક, શક્તિસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ, ગોપાલભાઇ બોરાણા, ભરતભાઇ, અર્જુનભાઇ સહિતના સ્ટાફે ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી ઇન્દિરા સર્કલ પાસેના બગીચા પાસેથી રેહાનને શોધી કાઢી વાલી સાથે મિલન કરાવતાં પરિવારજનોઍ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બહેનને ટ્યુશનમાં મુકવા નીકળ્યા બાદ આ ટેણીયો ગૂમ થઇ ગયો હતો.

 

(4:41 pm IST)