રાજકોટ
News of Monday, 3rd October 2022

શહેરમાં શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના ૩૦૦થી વધુ કેસ

છેલ્લા ૭ દિઁમાં ડેન્‍ગ્‍યુ,મેલેરીયા,ચિકનગુનિયાના ૨૪ દર્દીઓ મનપાના ચોપડે નોંધાયાઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૭૨૧ને નોટીસઃરોગચાળાનો ફુફાડો

રાજકોટ,તા. ૩ઃ શહેરમાં હવે મેઘરાજાઍ વિરામ લીધો હોય તેવો માહોલ છે. જેમાં ભય મુજબ મચ્છરનો ઉપદ્રવ વધવા લાગ્યો છે. ખતરનાક ડેîગ્યુ તાવ ફેલાવતા ઍડીસ મચ્છરોઍ જાણે દરેક વિસ્તારમાં બ્રિડીંગ કર્યા હોય તેમ છેલ્લા અઠવાડિયામાં ડેîગ્યુ ચાલુ વર્ષના સૌથી વધુ સાહાહિક ૨૪ કેસ નોîધાતા ચિંતા વધી ગઇ છે. હવે ઉઘાડ નીકળતા આ મચ્છરો વધુ આતંક ફેલાવે અને ડેîગ્યુના કેસમાં મોટો ઉછાળો આવે તેવી પણ આરોગ્ય વિભાગને ભીતિ છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૬ સપ્ટેમ્બર થી ૨ ઓકટોબર સુધીમાં નોîધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્‍છજન્‍ય રોગચાળાના ૨૪ કેસ
અઠવાડિયામાં મેલેરિયાના ૪, ડેન્ગ્યુના ૧૯ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોîધાયા છે. જયારે આ સીઝનનાં કુલ મેલેરિયાના ૩૪, ડેન્ગ્યુના ૨૩ તથા ચિકનગુનિયાના ૧૯ કેસ નોîધાયા છે.
શરદી-તાવના ૩૪૩ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૨૩૮ તેમજ સામાન્ય તાવના ૪૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૫૮ સહિત કુલ ૩૪૩ દર્દીઓ નોîધાયા હતા.
મચ્‍છર ઉત્‍પતિ સબબ ૭૨૧ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોîચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્ના છે. પોરાનાશક કામગીરી હેઠળ ૮૪,૬૪૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૮૭૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૭૨૧ લોકોને નોટીસ પાઠવવામાં આવી છે. તેમજ ૬૨ હજારનો ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

 

(4:44 pm IST)