News of Tuesday, 3rd November 2020
ઇન્દીરા સર્કલ નજીક પાનની દુકાન પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સો પકડાયા
ગાંધીગ્રામ પોલીસનો દરોડો એસ્ટેટ બ્રોકર હર્ષ અને વેપારી કર્નીક તથા ક્રુતીકની ધરપકડ
રાજકોટ, તા.૩: યુનિવર્સિટી રોડ ઇન્દીરા સર્કલ પાસે પાનની દુકાન પાસે ટી ૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ.કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.આર. એસ.પટેલ, હેડ કોન્સ ખોડુભા જાડેજા, કોન્સ કિશોરભાઇ, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પટેલ અને બ્રીજરાજસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ઇન્દીરા સર્કલ નજીક દરોડો પાડી ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એસ્ટેટ બ્રોકર હર્ષ તુષારભાઇ સેજપાલ (ઉ.વ.૨૨) (રહે.લીંબુડીવાડી ઓમકાર રેસીડેન્સી શેરી નં.૧) તથા વેપારી કર્નીક ભરતભાઇ રાચ્છ (ઉ.વ.૨૧) (રહે.નીર્મલા રોડ મંગલમ પાર્ક બ્લોક નં.૫૩)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(2:56 pm IST)