રાજકોટ
News of Tuesday, 4th January 2022

૨૦-૨૦ ક્રીકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને અડધા લાખના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા: મોરબી રોડ પર દુકાનમાં દરોડો

એ.એસ.આઇ. જે.વી.ગોહિલ, હેડકોન્સ. કરણભાઇ મારૂ તથા કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલની બાતમી: પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ યુ.બી. જોગરાણા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ ચામુંડા એન્ટરપ્રાઇઝ નામની દુકાન પાસે જાહેરમાં ઓસ્ટ્રેલીયા દેશમાં ચાલી રહેલ બીગ બેશ લીગ ૨૦-૨૦ ક્રીકેટ મેચ પર ત્રણ શખ્સો સટ્ટો રમતા હોવાની બાતમી ડીસીબીના એ.એસ.આઇ. જે.વી.ગોહિલ તથા હેડ કોન્સ. કરણભાઇ મારૂ તથા કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલને બાતમી મળતા દરોડો પાડી ત્રણ શખ્સો મુકેશ ઉર્ફે રૂષી રત્નાભાઇ મુંગરા પટેલ ઉવ.૫૯ રહે. શીવધારા સોસાયટી શે.નં. ૬ મોરબી રોડ રાજકોટ, કીશોર ગોવીંદભાઇ જમોડ કોળી ઉવ ૪૫ રહે. અંબીકાનગર – ૧ ભાવનગર રોડ ગોપાલ પેટ્રોલપંપની બાજુમાં રાજકોટ તથા રમેશ ઉર્ફે લાલબાદશાહ ઘોઘાભાઇ સીંધવ ભરવાડ ઉવ.૪૦ રહે. સંતકબીર રોડ ભરવાડ શેરીને પકડી લઈ રોકડા રૂ.૩૮,૫૮૦ મળી કુલ રૂ.૫૦,૦૮૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

સાથે પકડી

 પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એ.સી.પી ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી. પોલીસ સબ ઇન્સ્પેકટર યુ.બીજોગરાણા, એ.એસ.આઇ. સી.એમ.ચાવડા તથા જે.વી.ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અભીજીતસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ જાડેજા, તથા ભાવીનભાઇ રતન તથા કરણભાઇ મારૂ તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

(8:23 pm IST)