રાજકોટ
News of Tuesday, 4th January 2022

૮ દિ’માં શહેરના તમામ કિશોરોને રસીકરણનું સુરક્ષાચક્ર

બપોર સુધીમાં ૯૩ ટીમ દ્વારા ૭૧ સ્કુલોમાં ૮૦૨૧ બાળકોને રસી અપાઇઃ ૮૦ હજારનો લક્ષ્યાંકઃ મનપા દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાનો પ્રારંભઃ આજથી ૪ દિવસ શાળા-કોલેજોમાં રસીકરણ અભિયાન

મહાનગરપાલિકા દ્વારા આજે સવારે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સ્ટે. કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોડીયા, કોર્પોરેટર નિતીન રામાણી, મ્યુ. કમિશનર અમિત અરોરા, ડેપ્યુટી મ્યુ. કમિશનર આશીષકુમાર સહિતના પદાધિકારીઓ ઉંપસ્થિત રહ્યા હતા તે વખતની અન્ય તસ્વીરમાં જસાણી સ્કુલ તથા સર્વોદય સ્કુલના બાળકોએ રસી લીધી હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા.૩: સમગ્ર દશમાં આજે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીનનાં મહાઅભિયાનનો પ્રારંભ આપવાનો  કરવામાં આવ્યો છે. જે અન્વેય રાજકોટ મનપા દ્વારા બપોર સુધીમાં ૯૩ આરોગ્યની ટીમ દ્વારા ૭૩ સ્કુલોમાં ૮૦૦૫ બાળકોને કોવેસીન આપવામાં આવી હતી.

આ અંગે મ્યુ.કમિર અમિત અરોરાએ જણાવ્યુ હતુ કે, આ વેક્સીનેસનમાં કુલ આશરે ૮૦,૦૦૦ જેટલા બાળકોને એક સપ્તાહમાં રસી આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રથમ ચાર દીવસ એટલે કે આજથી ગુરૂવાર સુધી શાળાઓ-કોલેજો તથા સપ્તાહનાં છેલ્લા બે દીવસ શુક્રવાર અને શનીવારે આરોગ્યની ટીમ દ્વારા શાળાએ ન જતા બાળકોને રસી આપવાની ડ્રાઇવ ચલાવશે.

આ વેક્સીનેસનમાં કુલ આશરે ૮૦,૦૦૦ જેટલા બાળકોને રસી આપવામાં આવશે. વેક્સીન લેવા આવનાર બાળકોનું સ્થળ ઉંપર જ (ઓન ધ સ્પોટ) રજીસ્ટ્રેશન કરવામાં આવશે. બાળકોએ રસી લેવા માટે આધાર કાર્ડ / સ્કુલનું આઈ-કાર્ડ રજુ કરવાનું રહેશે, ઉંપરાંત બાળકે પોતાનો અથવા માતા-પિતાનો મોબાઈલ ફેન નંબર આપવાનો રહેશે.

વિશેષમાં આ વેક્સીનેશનમાં કુલ ૩૧૭થી વધુ શાળાઓ / કોલેજ / ત્વ્ત્ કોલેજના બાળકોને કુલ ૪૦૦ મેડીકલ ટીમ દ્વારા કુલ ૮૦,૦૦૦ જેટલા વેક્સીન આપવામાં આવી રહી છે. આજથી શરૂ થયેલ વેક્સીનેશનમાં ૭૧ સ્કુલના ૧૫૦૦૦ બાળકોને આવરી લેવામાં આવશે. બાળકો માટેના આ રસીકરણ અભિયાન તા.૯ સુધી ચાલશે.

આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૯૩ ટીમ દ્વારા વિવિધ ૭૧ સ્કૂલોમાં વેક્સીનની કામગીરી ચાલી રહી છે. બપોરના ૧ વાગ્યા સુધીમાં ૮૦૨૧ બાળકોને વેક્સીન આપવામાં આવેલ.

આજરોજ ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને  વેક્સીન આપવાની કામગીરીનો પ્રારંભ થતા મેયર ડો. પ્રદીપ ડવ સામાજિક પ્રસંગના કારણે બહારગામ હોય આ પ્રંસગે ઉંપસ્થિત રહી શકેલ નથી તેઓએ વેક્સીનની કામગીરીને શુભેચ્છા પાઠવેલ અને ૧૫ થી ૧૮ વર્ષના વયના તમામ બાળકો વેક્સીનનો ડોઝ લઈ લેવા અપીલ કરેલ.

 દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં દેશના ૧૫ થી ૧૮ વર્ષની વય ના બાળકોને વિના મુલ્યે વેક્સીન આપવાનો કરેલ નિર્ણયના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૩ને સોમવારના  રોજ સવારે ૧૦.૦૦ કલાકથી જસાણી સ્કૂલ, પી. ડી. એમ. કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતેથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાના અભિયાનનો  પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં તા. ૩૧ ડિસેમ્બર-૨૦૦૭ના રોજ અથવા તે પહેલા જન્મેલા બાળકોને આ વેક્સીનેશનમાં આવરી લેવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે  ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર  અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્ર સિંહ વાળા,આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, શહેર ભાજપ મંત્રી દિવ્યરાજ સિંહ ગોહિલ, વોર્ડ નં. ૧૩ ના પ્રમુખ કેતનભાઈ વાછાણી, ડે.કમિશનર આશિષકુમાર, આરોગ્ય અધિકારી ડો. વાજા, જસાણી સ્કુલના પ્રિન્સીપાલ તથા સ્ટાફ્ ઉંપસ્થિત રહેલ.

 

(3:26 pm IST)