રાજકોટ
News of Tuesday, 4th January 2022

યશરાજ ક્રેડીટ સોસાયટીમાંથી લોન લઇને આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા અને વળતરનો હુકમ

રાજકોટ,તા. ૪ : અત્રે યશરાજ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી.ને આપેલ ચેક રીટર્ન ફરીયાદમાં આરોપીને ૧૨ માસની સજા તથા ચેકની રકમનું વળતર ફરીયાદીને ચુકવવાનો આદેશ કોર્ટે કર્યો હતો.

રાજકોટ ખાતે રહેતા ઉશમાનભાઇ નુરભાઇ જુણેજા એ પોતાના યશરાજ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. પાસે થી લોન લીધેલ જે પેટે બાકી રકમ ચુકવવા માટે આપેલ ચેક રીર્ટન થતા તે ચેક રીર્ટન થતા કેસ મા આરોપી ઉશમાનભાઈ નુરભાઈ જુણેજાને બાર માસની સજા તથા ચેકની રકમનુ વળતર આરોપી મળી આવ્યેથી ફરીયાદી ને ૧ માસમા ચુકવવા જો ન ચુકવે તો છ માસની વધુ સાદી કેદની સજા અંગે નો હુકમ ફરમાવતી કોર્ટ.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના રૈયા ચોકડી ખાતે રહેતા પોતાના યશરાજ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. આવેલ હોય ઉશમાનભાઈ નુરભાઈ જુણેજા એ પોતાની સવલત માટે ઉપરોકત સોસાયટીમાંથી લોન લીધેલ હોય જે ચાલુ લોન દરમ્યાન આરોપીએ નકકી થયા મુજબના હપ્તા ભરી શકતા ન હોય જેથી આરોપીના લોન ખાતામાં ચડત હપ્તા થઈ ગયેલ હોય આમ આરોપીના લોન ખાતામાં રકમ ચડત થતા આરોપીએ યશરાજ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી.ને ચડત હપ્તા નો ચેક આપેલ હોય જે ચેક આરોપીના કહેવા અનુસાર બેંકમાં રજુ કરતા તે ચેક વણબજયે પરત ફરેલ હોય જેથી યશરાજ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. એ તેમના એડવોકેટ મારફત આરોપી ( ઉશમાનભાઈ નુરભાઈ જુણેજા) ને ચેક રીર્ટન થયા અંગે અને તે ચેક ની લેણી રકમ ચુકવવા માટે લીગલ નોટીસ મોકલાવેલ જે લીગલ નોટીસ મળી ગયા બાદ આરોપીએ ચેકની રકમ ચુકવેલ ન હોય જેથી આ કામના ફરીયાદી એ રાજકોટ મુકામેથી આરોપી વિરૂધ્ધ ફરીયાદ કરેલ.

આ કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદીએ તેમના એડવોકેટ શ્રી પિયુષ ડી. ઝાલા થકી સંપુર્ણ કેસ નામદાર કોર્ટ સમક્ષ ચલાવેલ, કેસ ચાલતા દરમ્યાન તમામ ડોકયુમેન્ટ તથા પુરાવાઓ નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલ. કાયદાની તમામ પ્રક્રિયા પુર્ણ કરી દલીલ સમયે પક્ષકારોએ રજુ કરેલ ડોકયુમેન્ટો નામદાર કોર્ટ સમક્ષ રજુ થયેલા જે દસ્તાવેજો ઉપર ધ્યાને લીધેલ તથા દલીલ તબકકે એડવોકેટે દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લાવેલ (રજુ કરેલ) હોય જેમાં કોર્ટ એડવોકેટ શ્રી પિયુષ ડી. ઝાલા દલીલો તથા રજુઆતોને ધ્યાને લીધેલ અને રાજકોટના મહે. જજ સાહેબ શ્રી જી.ડી.પડયા એ આરોપીઓને બાર-માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ આરોપી મળી આવ્યે થી ફરીયાદીને વળતર પેટે ૧-માસની અંદર ચુકવી આપવી જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો આરોપીને વધુ ૬-માસ ની સજા કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી યશરાજ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. વતી રાજકોટના જાણીતા પ્રખ્યાત યુવા એડવોકેટ શ્રી હરેશ. બી. પરસોડા,પિયુષ ડી. ઝાલા,ષીરાજ જે. ચોહાણ, વીવેક એન. સાતા,દિવ્યેશ એસ. લાખાણી,સાજીદ કકકલ,જયદીપ જાગાણી,પુજા ગરાચ,તથા પ્રભાત પરસોડા,જેનીલ પરસોડ,રોનક વસોયા, ચાંદની પુજારા રોકાયેલા હતા.

(10:29 am IST)