રાજકોટ
News of Tuesday, 4th January 2022

સંતુલિત વિકાસનો ધ્યેયમંત્ર વ્યકત કરતા મુખ્યમંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જયાંથી વિકાસની કેડી કંડારીને આખા ભારતમાં તેનો રાજમાર્ગ બનાવ્યો એવા રાજકોટમાઃ વિકાસકાર્યો માટે રૂા.૨૧૬ કરોડની ફાળવણી માટે રાજકોટવાસીઓ વતી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત

રાજકોટઃ તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુશાસન સપ્તાહના સમાપન પર્વમાં રાજકોટના જુદા જુદા વિકાસકાર્યો માટે રાજ્ય સરકારે રૂ.૨૧૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે તેવી જાહેરાત કરીને લોકોના દિલ જીતી લીધા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે એવી લાગણી પણ વ્યકત કરી હતી કે રાજકોટવાસીઓ ભવ્ય સ્વાગત કરીને વટ પાડી દીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ  નિખાલસતા રાજકોટવાસીઓના હ્દયને સ્પર્શી ગઇ છે તેમણે લોકોને ભાજપ સરકારના સુશાસનની ખરા અર્થમાં -તીતિ કરાવી છે. મુખ્યમંત્રીએ સુશાસન પર્વનો રાજ્ય કક્ષાનો સમાપન સમારોહ રાજકોટમાં યોજીને રાજકોટવાસીઓને ગૌરવ પણ અપાવ્યું છે તેમ મુખ્યમંત્રીની સહ્દયતા માટે આભાર પ્રગટ કરતાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.
તેઓએ એક યાદીમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ રાજકોટના સૌ નાગરિકોએ કરેલા ભવ્ય અભિવાદન-સ્નેહ બદલ સૌનો ઙ્ગણ સ્વીકાર કરી રાજકોટ મહાનગરને  નૂતનવર્ષ ર૦રરની કેટલીક ભેટરૂપે કરોડોના વિકાસ કામોની જાહેરાત કરી હતી.  રાજકોટ મહાનગરમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, ડ્રેનેજ, ફાયર સેફટી સિસ્ટમ, પબ્લીક હેલ્થ લેબોરેટરી તથા અર્બન મોબિલીટીના ૧૭૦ કામો માટે ૧૮૭ કરોડ રૂપિયા મંજૂર કરવાની સાથે મુખ્યમંત્રી  શહેરી સડક યોજનાના રૂ.૩૦ કરોડના કામો માટે સૈદ્ઘાંતિક મંજુરી આપી હતી.
રાજકોટને આંગણેથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના રૂપિયા ૨૧૬ કરોડના ૧૪,૧૪૩ આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. વળી, આશરે ૧૪,૬૮૦ લાભાર્થીઓને રૂપિયા ૬૧ કરોડની આવાસ બાંધકામ સહાય તેમજ મનરેગાના ૧૨૮ કરોડના ૧૭,૮૩૫ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ મળી છે તે માટે મુખ્યમંત્રી તરીકે નિમિત્ત બનવા તેમણે પોતાની જાતને ભાગ્યશાળી સમજી હતી. સામાન્ય રીતે આવા વિકાસકાર્યોની ભેટ મળે ત્યારે લોકો સરકારનો આભાર માનતા હોય છે પરંતુ રાજકોટમાં મુખ્યમંત્રીએ પોતાની સરળતાનો પરિચય આપીને પોતે ભાગ્યશાળી છે તેવું કહયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ૨૫ હજાર બહેનોને ૨૪૪૦ સ્વ સહાય જુથો મારફતે રૂપિયા ૧૦ કરોડની કુલ સહાય આપી સ્વાવલંબનથી આત્મનિર્ભરતાનો સુશાસનનો માર્ગ કંડાર્યો છે. તેમણે ગ્રામગૃહ નિર્માણ વિભાગના રૂ. ૨૨૭ કરોડના ખર્ચે કુલ ૧૦,૦૪૨ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આપી છે. સુશાસન માત્ર ગુજરાતના શહેરો જ નહી પણ ગામડાના લોકો - છેવાડાના માનવી સુધી પહોચ્યું છે, તેની પ્રતીતિ કરાવી છે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ આપેલો નવતર વિચાર -‘રૂર્બન આત્મા ગામનો સુવિધા શહેર’નીએ ગુજરાતે સાકાર કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમરસ ગ્રામ પંચાયતને લોકશાહીની ઉંત્તમ પ્રણાલી કહી છે. સામાજીક સમરસતાની સાથે ગામડાઓનું આર્થિક ઉંત્થાન પણ થાય તે સરકારની નેમ છે. ગ્રામ પંચાયતોની તાજેતરની ચૂટણીમાં રાજ્યની ૧૧૮૩ ગ્રામ પંચાયત સમરસ થઇ છે, આમા ૧૧૬ મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે. આવી બધી સમરસ ગ્રામ પંચાયતોને રૂપિયા રાજ્ય સરકારે ૬૩ કરોડનું અનુદાન  આપીને આ ગામોને વિકાસ માટેનો નવો રાહ ચિંધ્યો હોવાનું રાજુભાઈ ધ્રુવએ યાદીના અંતમાં જણાર્વ્યું છે.

 

(10:55 am IST)