રાજકોટ
News of Tuesday, 4th January 2022

શાપર-વેરાવળ પાસે કાર હડફેટે રોડ ક્રોસ કરતા પ્રૌઢ રમેશભાઇ ચાવડાનું મોત

રાજકોટ તા. ૪: શાપર-વેરાવળ પાસે રોડ ક્રોસ કરતા પ્રૌઢનું કાર હડફેટે મોત નીપજયું હતું.

પ્રાપ્ય વિગતો મુજબ શાપર વેરાવળ પાસે શીતળા મંદિરના પુલ નજીક રોડ ક્રોસ કરતા રમેશભાઇ નાનજીભાઇ ચાવડા (ઉ.વ. પ૮) રે. પારડીને અજાણ્યા કારના ચાલકે હડફેટે લેતા રમેશભાઇને ગંભીર ઇજા થતા મોત નીપજયું હતું. બનાવ બાદ કાર ચાલાક નાસી છુટયો હતો.

આ અંગે મૃતક પ્રૌઢના પુત્ર ધર્મેશભાઇ ચાવડાએ અજાણ્યા કાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા શાપર-વેરાવળ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:45 pm IST)