રાજકોટ
News of Tuesday, 4th January 2022

બેભાન હાલતમાં નિવૃત જજના ધર્મપત્નિ ઉષાબેન ખંધાર સહિત જુદા-જુદા બનાવમાં ૪ લોકોના મૃત્યુ

રાજકોટ તા. ૪: મવડી રામધણ સોાસયટી શાંતવન-૪માં રહેતાં ઉષાબેન અશોકભાઇ ખંધાર (ઉ.વ.૬૮) રાત્રે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. ઉષાબેનને સંતાનમાં બે પુત્ર છે. તેમના પતિ અશોકભાઇ ખંધાર લવાદ કોર્ટના નિવૃત જજ છે. હાર્ટએટેક આવી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

મોટા મવાના રવજીભાઇ મકવાણાનું મોત

બીજા બનાવમાં મોટા મવા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતાં રવજીભાઇ જેઠાભાઇ મકવાણા (ઉ.૬૦) ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

ઇન્દિરાનગરના મંજુલાબેન ડેલીએ ઉભા'તા ને ઢળી પડ્યા

ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ ઇન્દિરાનગરમાં રહેતાં મંજુલાબેન પ્રેમજીભાઇ ખેર (ઉ.૫૭) રાતે નવેક વાગ્યે ઘરની ડેલીએ ઉભા હતાં ત્યારે અચાનક બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

પાડાસણના રમેશભાઇએ બેભાન હાલતમાં દમ તોડ્યો

ચોથા બનાવમાં ત્રંબા નજીક પાડાસણમાં રહેતાં રમેશભાઇ નારણભાઇ પરમાર (ઉ.૪૫) બિમાર હોઇ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રી છે. રમેશભાઇ ઢોલ વગાડવાનું કામ કરતાં હતાં. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:47 pm IST)