રાજકોટ
News of Tuesday, 4th January 2022

વોર્ડ નં. ૧૪માં વિવિધ વિકાસ કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૪માં આવેલ વિસ્‍તાર પુજારાપ્‍લોટ મેઈનરોડ, ભકિતનગર સોસાયટી પાસે રીર્ટનીંગ હોલ તથા વોકળાને પાકો કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તથા પૂર્વ ડેપ્‍યુટી મેયર મુકેશભાઈ ડાંગર તથા વોર્ડ નં.-૧૪નાં તમામ કોર્પોરેટરોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ મંત્રી જયોત્‍સનાબેન હળવદીયા તેમજ વોર્ડ નં.૧૪ કોર્પોરેટર નિલેશભાઈ જલુ, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, હાઉસીંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ અને કલીરીયન્‍સ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા, કોર્પોરેટર ભારતીબેન મકવાણા, શિક્ષણ સમિતિ સભ્‍ય કિશોરભાઈ પરમાર, વોર્ડ નં.૧૪ના પ્રભારી હસુભાઈ ચોવટીયા, વોર્ડ પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી નરેન્‍દ્રભાઈ કુબાવત તથા વિપુલ માખેલા તથા બુથના વાલી મુકેશભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, દિનેશભાઈ વિરડા, મનુભાઈ જોબનપુત્રા, મહેશભાઈ મિયાત્રા, ભનુભાઈ પટેલ, મુન્નાભાઈ ચાવડા, અરવિંદભાઈ તલસાણીયા, મહેશભાઈ પરમાર, કેયુરભાઈ મશરૂ, ગિરીશભાઈ પોપટ, વૈશાલીબેન મહેતા, દીપાલીબેન વોરા, જાનવીબેન દાવડા, કોમલબેન ટાંક, પૂર્વીબેન ચાવડા, નયનાબેન પરમાર, હિનાબેન દાવડા, ઈલાબેન પરમાર, પારેખ ઈંદુબેન, શારદાબેન ચાવડા, મંજુબેન પરસાણા, લલિતભાઈ પરસાણા, ભનુભાઈ પટેલ, રમેશભાઈ કિયાડા, માણસુરભાઈ વાળા, જયદીપભાઈ દેવડા, નરહરીભાઈ નિમાવત, સમીર મહેતા, કિરીટભાઈ ચૌહાણ, કેશુભાઈ દોંગા, રૂપેશભાઈ મારૂ, કિરીટભાઈ ચૌહાણ, ગિરીરાજસિંહ જાડેજા, રાજેન્‍દ્રભાઈ પરમાર, ભરતભાઈ પરમાર (કોલેજીયન પાન), દોલુભા જાડેજા, સોજીત્રા પ્રમોદભાઈ, સાકરીયા વિનુભાઈ, હિતેષ નાંગલા, રાજેન્‍દ્રભાઈ ચૌહાણ, વાસુદેવભાઈ, ગોવિંદભાઈ, કિરીટભાઈ ચૌહાણ, રમણીકભાઈ ટાંક તેમજ લતાવાસીઓ ઉપસ્‍થિત રહેલ હતા.
 


 

(2:31 pm IST)