રાજકોટ
News of Tuesday, 4th January 2022

શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાવવાની માંગ સાથે NSUIની DEO કચેરીમાં ઉગ્ર દેખાવો

કોરોનાનું સંક્રમણ વધ્‍યુ છે ત્‍યારે બંધ કરોઃ સૂત્રોચ્‍ચારઃ ૭ કાર્યકરોની અટક

રાજકોટ, તા. ૪ :. કોરોનાનું સંક્રમણ વધતા શાળાઓ બંધ કરવાની માંગ સાથે આજે એનએસયુઆઈએ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ઉગ્ર દેખાવો કરતા ૭ કાર્યકર્તાઓની અટક કરવામાં આવી છે.
કોરોનાની પરિસ્‍થિતિ દિવસેને દિવસે સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાતમાં કથળતી જાય છે. છેલ્લા અમુક દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો થતો જાય છે. વિદ્વાનોના મતાનુસાર સમગ્ર ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. નાના બાળકોને વધારે અસર થવાનુ માને છે. ગુજરાતમાં ઘણી બધી સ્‍કૂલમાં કોરોનાના કેસ ધરાવતા વિદ્યાર્થીઓ આવ્‍યા છે. રાજકોટમાં સ્‍કૂલોના શિક્ષકો અને બાળકો પણ કોરોના સંક્રમિત થતા જાય છે. આ ખૂબ જ ગંભીર બાબત માનવામાં આવે છે. એમા પણ હજી સુધી બાળકોને વેકસીનનો એક પણ ડોઝ આપવામાં આવ્‍યો નથી, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. ભારતના વિવિધ રાજ્‍યોમાં અને શહેરોમાં વધતા કેસોને ધ્‍યાનમાં લઈ શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે, તો અમારી માગણી છે કે તાત્‍કાલિક ધોરણે ૧ થી ૯ તેમજ ૧૧માં ધોરણની તમામ સ્‍કૂલો બંધ કરી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે. જે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી.
કાર્યક્રમમાં શહેર પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી, ભવિષ્‍ય પટેલ, અમન ગોહેલ, અંકિત સોંદરવા, ધવલ રાઠોડ, શિવ જાડેજા, દેવેન્‍દ્રસિંહ જાડેજા, કર્મદિપસિંહ જાડેજા, રોહીત રાઠોડ, રાજ વરણ, અમન ગોહિલ, મિલન વિસપરા, બ્રિજરાજસિંહ જાડેજા, ભાર્ગવ આહિર, જયદિપ ડાંગર, ક્રિસ પટેલ, રિતુલ આંકોલા, આર્યન કનેરીયા, રાજવીરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, કેવલ પાંભર, કવિશ રૂપારેલીયા, વત્‍સલ રાજગોર, રવિરાજસિંહ ઝાલા, જયરાજસિંહ રાણા, આર્યનસિંહ જાડેજા, પિયુષ પટેલ, મીત માંડવીયા, દિવ્‍યરાજસિંહ વાળા, ઓમ કક્કડ, ભગીરથસિંહ જાડેજા આ કાર્યક્રમને સફળ બનાવવા જોડાયેલ તેમ એક યાદીમાં જણાવ્‍યુ છે


 

(2:37 pm IST)