રાજકોટ
News of Tuesday, 4th January 2022

વોર્ડ નં.૧૭માં બાળકોને વેકસીનનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ

ભારત સરકાર દ્વારા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ  દ્વારા આજ તા.૩થી આખા દેશમાં ૧૫ થી ૧૮ વર્ષ ના ઉંમર ના બાળકો ને વેક્સીન આપવાની કાર્ય નું શુભારંભ થયું છે. તેમજ સૌનો સાથ સૌનો વિકાસ ના સૂત્રને સાર્થક કરતા ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ વેક્સીનેશન અભ્યાન ને ફૂલ જોશમાં આગળ વધારી રહ્યા છે. .ત્યારે રાજકોટ મહાનગરપાલિકા માં પણ આ અભ્યાન પણ ચાલુ  થયું છે. તેના ભાગરૂપે આજ વોર્ડ નં.૧૭ માં આવેલ નાલંદા વિધાલય તેમજ જ્ઞાનધારા સ્કુલમાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શાસકપક્ષ નેતા અને કોર્પોરેટર વિનુભાઈ ઘવા કોર્પોરેટર તથા બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્વામી, કોર્પોરેટર કીર્તીબા રાણા, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા એ દીપપ્રાગટ્ય કરી અને વિધાર્થીઓને વેક્સીનેશન ના કેમ્પ નો શુભારંભ કરાવેલ. આ શુભ પ્રસંગે વોર્ડ પ્રમુખ જયંતીભાઈ નોદ્યણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ, જગદીશભાઈ વાઘેલા, તેમજ કિશન મોરચાના મંત્રી વિઠલભાઈ પટેલ, બક્ષી પક્ષ ના ઉંપપ્રમુખ ચંદુભાઈ ગનારા, ભાજપ અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામી, ડો.રીંકલબેન મેદ્યાણી, હરેશભાઈ ભાગડા, દિનેશભાઈ ભીમાણી, કાન્તીભાઈ જોબનપુત્રા, સુરૂભા ઝાલા, સંદીપભાઈ પરમાર, ચેતનભાઈ સિંધવ, વિષ્ણુભાઈ, હિતેન્દ્રભાઈ વડેરા, જે.ડી રૂઘાણી, ઉંપસ્થિત રહ્યા.

(2:37 pm IST)