રાજકોટ
News of Tuesday, 4th January 2022

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના ઉપપ્રમુખપદે લીલાભાઈ કડછાની બીનહરીફ વરણી

રાજકોટ, તા. ૪ :. તાજેતરમાં ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની વર્ષ ૨૦૨૧-૨૦૨૨ અને ૨૦૨૨-૨૦૨૩ના રાજ્યના હોદેદારો નક્કી કરવા માટે બારડોલી (સુરત) મુકામે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતુ. તેમાં શ્રી કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ ખાતે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા ડો. લીલાભાઈ કડછા ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ-અમદાવાદમાં સતત ત્રીજી વખત સૌરાષ્ટ્ર ઝોનમાંથી ઉપપ્રમુખ તરીકે બીનહરીફ જાહેર થયા હતા. તેમજ રાજકોટ જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘમાં છેલ્લી પાંચ ટર્મથી મહામંત્રી તરીકે જવાબદારી નિભાવે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષક વિભાગમાંથી સતત બીજી ટર્મ સેનેટ મેમ્બર્સ તરીકે ફરજ અદા કરે છે. રાજકોટ જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક અને ગ્રાહક ધીરાણ મંડળીમાં સતત બે ટર્મથી ડાયરેકટર તરીકેની જવાબદારી નિભાવે છે.

વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થીના પ્રશ્નો માટે સતત લડત કરતા પ્રશ્નોના ઉકેલ સુધી ઝઝુમતા અને શિક્ષક તરીકે જોડાયા બાદ શિક્ષકોના પ્રશ્નો અને તેના ઉકેલ માટે જીલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ સતત લડતા લીલાભાઈ કડછા બીનહરીફ થતા શિક્ષક આલમમાં ખુશીનોે માહોલ છવાઈ ગયો હતો અને અભિનંદન વર્ષા થઈ રહી છે.

(2:41 pm IST)