રાજકોટ
News of Tuesday, 4th January 2022

લેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપી વિરૂધ્ધ કોઇ પ્રકારની કાર્યવાહી નહિ કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. ૪: ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૧૭-૬-૨૦૨૧ ના રોજ ગોંડલના રહેવાસી જયાબેન જસમતભાઇ ભૂત દ્વારા ગોંડલ તાલુકા ના ચોરડી ગામના રહેવાસી રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલા તથા અન્યો વિરૂધ્ધ કરવામાં આવેલ લેન્ડ ગ્રેબીંગની ફ્રીયાદ ઉંપર આરોપીઓ વિરૂદ્ધ કોઇપણ પ્રકારની કાર્યવાહી નકરવા તથા ફ્રીયાદના અંગેની તમામ કાર્યવાહી ઉંપર સ્ટે કરતો હુકમ ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટીસ શ્રી અરવીંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રી ફ્રમાવેલ છે.

બનાવની ટૂંક હકીકત એવી છેકે ગત તા.૧૭-૬-૨૦૨૧ ના રોજ ગોંડલના રહેવાસી એ જયાબેન જસમતભાઈ ભૂત દ્વારા ચોરડી ગામના રહેવાસી રાજેન્દ્રસિંહ ઝાલા તથા અન્યો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગના કાયદા અનુસાર ફ્રીયાદ નોંધાવેલ હતી જે ફ્રીયાદમાં કરવામાં આવેલ આક્ષેપો મુજબ આરોપીઓ ફ્રીયાદી ને ક્લેકટર દ્વારા ચોરડી ગામના રેવન્યુ સર્વે નં.૧૮ ના ખરાબા વાળી જમીન પેટ્રોલપંપ બનાવવા માટે ફળવવામાં આવેલ હતી જે જમીનમા આરોપીઓ ફ્રીયાદી ને પ્રવેશવા દેતા નથી તેમજ સદરહુ જમીન ઉંપર કદીપણ ફ્રીયાદી આવશે તો જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી રહેલ હોવાની અને સદરહુ જમીન ઉંપર આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ હોવાના આક્ષેપો ફ્રીયાદ માં કરવામાં આવેલ હતા.

આ ફ્રીયાદ નોંધાયા બાદ આરોપી રાજેન્દ્રસિંહ ઝાલા એ કાનુની સલાહકાર સંજય પંડિતની સલાહ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઇકોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કાયદાની જોગવાયો કાયદા વિરૂધ્ધની હોઇ તેમજ ભારતીય બંધારણ ના આર્ટીકલ ૧૩,૧૪,૧૯,૨૦,૨૧,રપ૪ના ઉંલ્લંધન સમાન હોય સમગ્ર કાયદાને ચેલેન્જ કરતી તેમજ આરોપી વિરૂધ્ધની ફ્રીયાદ રદ કરતી માંગણી સાથે પીટીશન ફઇલ કરવામાં આવેલ હતી જેની સુનવણી દરમ્યાન આરોપીના વકીલ સમીરભાઈ સોજાતવાલાની ધારદાર દલીલોને ધ્યાને લઇ હાઇકોર્ટે સદરહુ ફ્રીયાદ અનુસંધાને કોઇપણ પ્રકારની કાનુની કાર્યવાહી કરવા ઉંપર સ્ટે લગાવતો હુકમ ફ્રમાવેલ છે.

આ કામે આરોપી વતી ધારાશાસ્ત્રી સમીરભાઇ સોજાતવાલા રોકાયેલ હતા તથા કાનુની સલાહકાર તરીકે પંડિત એશોસીએટ્સના સંજય પંડિત, કલ્પેશ એન. મોરી, આર.આર.બસીયા તેમજ બીનીતા જે. પટેલ રોકાયા હતા

(2:44 pm IST)