રાજકોટ
News of Tuesday, 4th January 2022

એડિશ્નલ કમિશનર (CGST) રાજકોટ તરીકે બઢતી પામતા મુકેશકુમારી

રાજકોટ, તા. ૪ :  CGST રાજકોટ  સંયુકત આયુકતના પદ પર કાર્યરત શ્રીમતી મુકેશ કુમારીને અતિરિકત આયુકત સ્વરૂપે પ્રમોશન આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ સિવિલ સર્વિસ સેવા -ર૦૦૯ ની બેચના આઇઆરએસ અધિકારી છે. તેમના પતિ શ્રી રમેશચંદ મીના પણ રાજકોટ રેલ્વેમાં વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધકના પદ પર પદસ્થ છે. તેઓ ર૦૦૯ના સિવિલ સર્વિસ સેવાના આઇ.આર.ટી.એસ. અધિકારી છે. શ્રીમતી મુકેશકુમારી જયપુરથી છે તેમજ તેમના પતિ રમેશચંદ મીના રાજસ્થાન રાજયનાં અલવર થી છે. બંને અધિકારી વર્ષોથીગુજરાત રાજયમાં પોતાની સેવાઓ કર્મનિષ્ઠાથી આપી રહ્યા છે.

(2:43 pm IST)