રાજકોટ
News of Tuesday, 4th January 2022

મા ધ્યાન આભા તથા સ્વામિ અંતર જગદીશના સાનિધ્યમાં ''ઓશો સૂફી સાધના શિબિર''- સન્યાસ ઉત્સવ

તા.૧૩ થી ૧૬ જાન્યુઆરી દરમ્યાન સાસણગીર ખાતે

રાજકોટઃ મા ધ્યાન આભા તથા સ્વામિ અંતર જગદીશ વર્ષો પછી સૌરાષ્ટ્ર ખાતે આવી રહ્યા છે. તેમના સાનિધ્યમાં ચાર દિવસીય ઓશો સૂફી સાધના શિબિરનું આયોજન જુનાગઢમાં પોલીસ વિભાગમાં સેવા આપી રહેલા ઓશો સન્યાસી પી.આઈ. રમાબેન સોલંકી (માં પ્રેમ વિદૈહી), ગીરીશભાઈ કાંજાણી તથા જુગલભાઈ ચોકસી દ્વારા તા.૧૩ થી ૧૬ જાન્યું. દરમ્યાન મચાર દિવસીય ઓશો સૂફી સાધના શિબિરનું આયોજન સાંસણ ગીર ખાતે આવેલ નયન રમ્ય, પ્રકૃતિની ગોદમાં સાવજ રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું છે. આયોજક રમાબેન (માં પ્રેમ વિદૈહી) ઓશો સન્યાસીની છે. ઓશો વિચારધારાના પ્રસાર- પ્રચારમાં તેઓનું ઘણું યોગદાન છે. ઓશો કાર્યોમાં તેઓ હંમેશ ઓતપ્રોત હોય છે. તેઓ ઉપલેટાના છે. હાલમાં જુનાગઢ ખાતે પોલીસ વિભાગમાં પી.આઈ.ના હોદા પર રહી સેવા આપી રહયા છે.

મા ધ્યાન આભા તથા સ્વામિ અંતર જગદીશથી ઓશો જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. તેઓશ્રી દ્વારા રાજકોટમાં ૬  ત્રી- દિવસીય શિબિરોનું સંચાલન ઉપરાંત જુનગાઢ, જામનગર, ખંભાળીયા, દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સોમનાથ વગેરે સ્થળોએ ત્રિ- દિવસીય ધ્યાન શિબિરોનું સંચાલન કરેલ છે. ૨૦૦૮માં માં ધ્યાન આભા તથા સ્વામિ અંતર જગદીશ દ્વારા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ તથા રાધે ગ્રુપના શૈલેષભાઈ માંકડીયાના સહયોગથી સૌરાષ્ટ્રભરમાં ૨૧ દિવસીય ઓશો કિર્તન મંડળીનું આયોજન કરેલ. આ કિર્તન મંડળીમાં બહોળી સંખ્યામાં ઓશો સન્યાસી તથા પ્રેમી મિત્રો સહભાગી થયેલ. રાજકોટ ખાતે ઓશો કિર્તન મંડળીમાં એ સમયમાં યોગ નિલમ પણ અગ્રેસર હતા. ઓશો કિર્તન મંડળી રાજકોટથી જામનગર, ખંભાળીયા, દ્વારકા, પોરબંદર, સોમનાથ, જુનાગઢ, ભાવનગર વગેરે સ્થળોએ જઈ ઓશો ધ્યાન તથા ર્કિતનની લહેર ઉભી કરેલ. ત્યાર બાદ અને દરમયાન અનેક લોકોએ સન્યાસ લીધેલ.

માં ધ્યાન આભાએ ભારતભરમાં અનેક ઓશો ધ્યાન શિબિરોનું સંચાલન કરેલ છે. જેમાં મૌન શિબિર, ભકિત શિબિર, સૂફિ શિબિર વગેરે ત્રણ દિવસથી આઠ દિવસીય શિબિરોનું સંચાલન કરેલ છે. ઓશો કિર્તન મંડળી કાઢવાની પ્રેરણા ઓશો સાથે રહેલા આભા માં ના મામા સ્વામિ આનંદ વૈરાગ્ય દ્વારા મળેલ. તેમના મામાએ એક ટીમ બનાવેલ. સ્વામિ આનંદ વૈરાગ્ય દ્વારા ઓશોના પુસ્તકોમાંથી શિક્ષણ પરના પ્રવચનનોનું સંકલન કરી સ્વામિ આનંદ વૈરાગ્યએ એક પુસ્તક પ્રકાશીત 'શિક્ષણ ઓશોની દ્રષ્ટિએ' હિન્દી, ગુજરાતી તથા અંગ્રેજીમાં પ્રકાશીત કરેલ. ગુજરાતી પુસ્તકનું વિમોચન મોરારીબાપુએ ૧૨/૩/૨૦૦૮ના રોજ કરેલ. ત્યાર બાદ આભા માં એ તથા અંતર જગદીશે ઓશો સર્કલ ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ બનાવેલ છે અને તેઓએ ટ્રસ્ટના નામથી  ઓશોના રસીલા અને હાસ્યથી ભરપુર જોકસનું એક પુસ્તક પ્રકાશીત કરેલ છે. જે પુસ્તકનું નામ છે. 'વ્યંગમ્ શરણમ્ ગચ્છામી' હાલમાં માં ધ્યાન આભા તથા સ્વામિ અંતર જગદીશે હિમાચલમૌં આવેલ સોનલ માં ઓશો સાંઝેન નામથી છેલ્લા પાંચ વર્ષથી ઓશો કમ્યુનનું  નિર્માણ કરેલ છે. ટુંકા કે લાંબા સમય માટે ધ્યાન સાધના કરવા માટે, રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉપરોકત ઓશો સૂફિ સાધના શિબિરમાં સહભાગીતા માટે ઓશો સન્યાસી તથા પ્રેમીઓને માં પ્રેમ વિદૈહી, ગીરીષભાઈ, જુગલભાઈએ અનુરોધ કરેલ છે.

શિબિરનું સ્થળઃ- સાવજ રિસોર્ટસ, સાંસણ- ગીર, વિશેષ માહિતી તથા બુકીંગ માટેઃ- રમાબેન સોલંકી (માં પ્રેમ વિદૈહી) મો.૮૨૦૦૧ ૮૨૦૩૦, ગીરીષભાઈ કાંજાણી મો.૯૮૨૪૨ ૬૯૨૮૦, જુગલભાઈ ચોકસી મો.૯૮૨૫૨ ૨૦૫૯૮

(2:43 pm IST)