રાજકોટ
News of Tuesday, 4th January 2022

લોકડાઉંન દરમિયાન પડધરીના ખેડુતને મારકુટ કરવા અંગે પોલીસમેનને કોર્ટમાં હાજર થવા હુકમ

રાજકોટ તા.૪: પડધરીના ખેડુતને લોકડાઉંન દરમિયાન સરા જાહેર અને પોલીસ મથકે લઇ જઇ માર મારી પોલીસની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી પાસા હેઠળ જેલ હવાલે કરવાના પ્રકરણમાં સંડોવાયેલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કોર્ટ દ્વારા આદેશ કરાયો છે. બંનેને તા.ર ફેબ્રુઆરી અદાલત સમક્ષ હાજર થવા હુકમ કરાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી રેહતા રમેશભાઇ નાથાભાઇ વાઢેર ગત તા.પ-પ-ર૦ના રોજ લોકડાઉંન દરમિયાન ખેતરેથી પોતાના ઘરે આવતા હતા. ત્યારે તેને ગ્રામ પંચાયતની કચેરી પાસે હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ખુમાનસિંહ ચૌહાણ અને યશપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ અટકાવી લોકડાઉંન છે. ખબર નથી કહી બાઇકના કાગળ માગતા બંને વચ્ચે ઉંગ્ર બોલાચાલી થતા બંને પોલીસમેને રમેશભાઇ વાઢેરને જાહેરમાં માર માર્યા બાદ પોલીસ મથકે લઇ જઇ માર માર્યો હતો. તેમજ તેની સામે પોલીસની ફરજમાં રૂકાવટ કર્યા અંગેનો ગુનો નોંધી પાસા હેઠળ જેલ હવાલે કરાયા હતા. લોકડાઉંનમાં ખેતરે જવાની ખેડુતોને છુટ આપવામાં આવી હોવા છતાં રમેશભાઇ વાઢેરને ખોટી રીતે અટકાવી માર મારી ખોટા ગુના નોંધી પાસા હેઠળ જેલ હવાલે કરવા અંગે રમેશભાઇ વાઢેરની પુત્રી પ્રિયંમબેન વાઢેરે કોર્ટમાં ફીરયાદ નોંધાવી હતી. પ્રિયંમબેન વાઢેર દ્વારા કરાયેલી ફરિયાદની સુનાવણી પુરી થતા અદાલતે ઘટના સમયે સીસીટીવી ફૂટેજ અને મેડીકલ એવીડન્સ સહિતના પુરાવા ધ્યાને લઇ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શુકલએ સીઆરપીસી ર૦૪ મુજબ કાર્યવાહી કરવા અને ક્રિમિનલ કેસ નોંધવા હુકમ કરી બંને પોલીસમેનને તા.ર ફેબ્રુઆરી રોજ કોર્ટમાં હાજર થવા ફરમાન કરાયુ છે. પ્રિયંમબેન વાઢેર વતી એડવોકેટ જીતેન્દ્રસિંહ પરમાર, ચિરાગ મહેતા, કિશનભાઇ વાલવા અને વિજયભાઇ જોષી રોકાયા હતા.

(4:00 pm IST)