રાજકોટ
News of Tuesday, 4th January 2022

દિવ્યાંગો માટેની સંસ્થાઓનું ત્રંબામાં મળી ગયેલ સંમેલન

રાજકોટઃ ધનવંતરી આરોગ્ય માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કસ્તુરબાધામ ત્રંબા ખાતે માનસિક દિવ્યાંગો માટેની સંસ્થાના સંચાલકોનું રાજયવ્યાપી સંમેલન યોજવામાં આવ્યુ હતુ. મુખ્ય અતિથિ તરીકે ચેમ્બર ઓફ કોમર્સના વી. પી. વૈષ્ણવ, બોર્ડ ઓફ નેશનલ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પુજાબેન વઘાસીયા, આંતરરાષ્ટ્રી માનવ અધિકાર સંગઠનના રાષ્ટ્રીય ઉંપાધ્યક્ષ ડો. શેહનાઝબેન બાબી, માનવ મંદિરના ટ્રસ્ટીઓ ધીરેન્દ્રકુમાર જીવરાજભાઇ કોરાટ, નયનેશભાઇ કોરાટ, નાથાલાલ શામજી દુધાત, મહેશભાઇ અકબરી, રામાનંદ શર્મા, શ્રી આણંદગીરી બાપુ, તાલુકા સદસ્ય નિશિતભાઇ ખુટ, કસ્તુરબાધામના સરપંચ ભાવેશભાઇ પીઠવા વગેરે ઉંપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન અનિરૂધ્ધસિંહ જાડેજાએ કર્યુ હતુ. કાર્યક્રમનો મુખ્ય ઉંદ્દેશ્ય મંદબુધ્ધિના બાળકોની મુશ્કેલીઓના કાયમી નિવારણ માટેનો હતો. આ તકે કમીટીની પણ રચના કરાઇ હતી.

(2:52 pm IST)