રાજકોટ
News of Tuesday, 4th January 2022

મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક સુધી ખાડા-ખબચડાનું સામ્રાજય લોકો ત્રાહીમામ

મવડી વિસ્તારમાં લાઇટ, સર્કલ, રસ્તા સહિતના વિવિધ પ્રશ્નો ઉકેલવા લતાવાસીઓની માંગ

રાજકોટ તા. ૪: શહેરના મવડી વિસ્તારમાં રસ્તા, લાઇટ, સર્કલ સહિતના વિવિધ પ્રશ્નો ઉકેલવા વિસ્તારવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ અંગે વિસ્તારવાસીઓના જણાવ્યા પ્રમાણે મોવડી ચોકડીથી બાપા સીતારામ ચોક સુધીના રસ્તાની હાલત ખરાબ હાલતમાં છે. છેલ્લા ઘણા સમયથી રસ્તામાં સમારકામનું કામ ચાલુ હતું પરંતુ અંતે જેસે થે જેવી હાલતમાં આ રસ્તા થઇ જાય છે. નકકી લાગી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિથી દુકાનદારો અને લોકો પણ કંટાળી ગયા છે. આવા બિસ્માર રોડના હાલતથી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે એમનું સમારકામ જરૂરી છે. અહીંના બાપા સીતારામ ચોક પર મોટું સર્કલ બનાવવામાં આવ્યું છે ત્યારે મોટી બસ અને મોટા વાહન ચાલકોના આ સર્કલ પર વળાંક લેવો મુશ્કેલ પડે છે ત્યારે આ સર્કલને સત્વરે નાનું કરવામાં આવે તો વાહન ચાલકોની મુશ્કેલી ઓછી થઇ શકે તેમ છે.

વધુમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, વગળ ચોકડીએ સર્કલમાં લાઇટ સુવિધા નથી, મવડી પાળ રોડ પર આવેલ સરદાર રેસ્ટોરન્ટની બાજુમાંથી નીકળતો એસી ફુટનો રોડ તાત્કાલીક કરવામાં આવે તથા કણકોટ રોડ પાણીના ટાંકા સામે નીકળતો હોકરી માર્ગ તાત્કાલિક ડામર રોડ કરવામાં આવે તો ખેડૂતોને શાંતિ થઇ શકે તેમ છે, મવડી રોડ પર ગ્રીન પાર્કની બહાર અને ત્યાંથી લઇને મોવડી ચોકડી સુધી ખડકાતા વાહનોના આડેધડ પાર્કિંગ અને અનેક વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકી દે છે તો તંત્ર આ બધી બાબતે મૌન સેવી રહ્યું છે પાળ ગામના પ્રવેશ કરતા જખરાપિર મંદિર પહેલા પુલ આવે એ જર્જરીત હાલતમાં છે આ પુલમાં કોઇપણ જાતની રેલિંગ નથી રાવકીના ઉદ્યોગકારો રાત્રે આવતા રેલિંગ વગરના પુલમાં પડી જવાની ઉદ્યોગકારોને ચિંતાઓ સતાવે છે. મવડીથી પાળ ગામના રોડને તાત્કાલિક ડબલ રોડ કરી અહીંના નવા ૧પ૦ ફુટ રોડને સ્ટ્રીટ લાઇટથી જગમગતા કરવા જરૂરી છે.

(3:01 pm IST)