રાજકોટ
News of Tuesday, 4th January 2022

કાલે રાજકોટ શહેર જીલ્લાની મતદાર યાદીની આખરી પ્રતિનિધિઃ કુલ રર લાખ ૮૦ હજાર મતદારોઃ ૪૬ હજાર ઉમેરાયા

જેન્ડર રેસીયો વર્ષો બાદ લગોલગઃ ૯ર૩ પુરૂષો સામે ૯ર૬ મહિલા મતદારો

રાજકોટ તા. ૪ :.. આવતીકાલે રાજકોટ શહેર - જીલ્લાની આખરી મતદાર યાદી સવારે ૧૧ વાગ્યે પ્રસિધ્ધ થશે, જે દરેક મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને કલેકટરની જીલ્લા ચૂંટણી શાખા ખાતે જોવા મળશે.

તાજેતરમાં ૧ મહિનો અને પ દિવસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આવ્યા હતો, જેમાં યુવા મતદારોને પણ મતદાર તરીકે જોડવા અંગે ચૂંટણી તંત્ર સફળતા તંત્ર સફળ રહ્યું હતું.

ચૂંટણી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મતદાર યાદીમાં નામ-ઉમેરવા-કમી-સુધારણા- સ્થળાંતર સહિતની બાબતો ફાઇનલ કરી લેવાઇ છે, અને ફાઇનલ રોલ મુજબ રાજકોટ શહેર-જીલ્લામાં નવા ૪૬ હજાર નામો ઉમેરાવા સાથે હવે કુલ રર લાખ ૮૦ હજાર અને ૪૦ જેવા મતદારો થયા છે, જેમાં ૧૧ લાખ ૮૩ હજારથી વધુ તો સ્ત્રી મતદારો ૧૦ લાખ ૯૬ હજારથી વધુ છે.આ વખતે વર્ષો બાદ પુરૂષ-સ્ત્રીની સરખામણીએ જેન્ડર રેશીયો  લગોલગ પહોંચ્યો છે. મહિલાઓ કે જેઓ મતદાર નહોતા તેમણે નામ ઉમેરવા માટે જાગૃતિ રાખી હોવાનું ફલીત થયું છે, ૧ હજારના રેશીયો મુજબ દર ૭ હજાર મતદારો ૯ર૬ મહિલા મતદારો નોંધાયા છે, તો સામે ૯ર૩ પુરૂષ મતદારો નોંધાયા છે.

રાજકોટ શહેર-જીલ્લામાં સૌથી વધુ મતદારો રાજકોટ-રૂરલમાં ૩ લાખ પ૭ હજાર તો સૌથી ઓછા ગોંડલ-વિધાનસભા બેઠક ઉપર ર લાખ ર૭ હજાર નોંધાયા છે.

નામ ઉમેરવા માટે કુલ ૭પ હજાર આસપાસ અરજી આવી હતી, સામે નામ કમી માટે પણ ર૦ થી રપ હજાર ફોર્મ ભરાતા, અને તે બાદ કરતા ૪૬ હજારથી વધુ ઉમેરાયા છે.

અંતિમ યાદી તરીકે મતદાન (આશરે) 

પુરૂષ

સ્ત્રી

કુલ

૧પ૩૯૪૬

૧૩૭૧૯૩

ર૯ર૧૩૯

૧૭૮૬૭૦

૧૭૩પર૧

૩૬ર૧૯૧

૧૩ર૭૧૪

૧રપ૩૭પ

રપ૮૦૮૯

૧૮૭૬૭૭

૧૬૯પર૦

૩પ૭૧૯૭

૧૩ર૪૦૪

૧ર૦૦૦૬

રપર૪૧૦

૧૧૭પ૦૭

૧૦૯પ૦૩

રર૭૦૧૦

૧૪ર૬૧૩

૧૩૦૬૯૧

ર૭૩૩૦૪

૧૩૮૪ર૪

૧ર૯ર૭૬

ર૬૭૭૦૦

૧૧૮૩૯પપ

૧૦૯૬૦૬પ

રર૬૦૦૪૦

(3:02 pm IST)