રાજકોટ
News of Tuesday, 4th January 2022

ઓમિક્રોનની કુંડળી : કોરોનાનો વંશ, અસર અંગે રિસર્ચ ચાલુ

કોરોના સ્‍વરૂપ બદલીને અસ્‍તિત્‍વ માટે ઝઝૂમી રહ્યો છે : સાવધાની જરૂરી

કોરોના વાયરસ વિષે હવે આપણે ઘણું બધું જાણીએ છીએ. આ RNA વાયરસનું અસ્‍તિત્‍વ અત્‍યારનું એટલે કે નવો નથી. ૧૯૨૦થી પ્રાણી - પશુ - પક્ષીઓમાં આ વાયરસ શ્વસન તંત્રની બીમારી કરતો જ આવ્‍યો છે.
મનુષ્‍યની અંદર આ વાયરસનું અસ્‍તિત્‍વ વૈજ્ઞાનિકોએ ૧૯૬૦થી જ શોધેલ છે અને ૧૯૬૭માં આ વાયરસનું નામ ‘કોરોના' આપેલ છે. ૧૯૬૦થી અત્‍યાર સુધી આ વાયરસ માઇલ્‍ડથી મોડરેટ પ્રમાણમાં મનુષ્‍યની શ્વસન તંત્ર પર અસર કરતો જોવા મળેલ છે. પરંતુ આપણે જોઇએ છીએ તેમ છેલ્લા ૨૦ વર્ષ થયા આ વાયરસ ઉગ્ર સ્‍વરૂપે મનુષ્‍યનો દુશ્‍મન બનેલ છે.
વિશ્વના વૈજ્ઞાનિકો અને ખાસ કરીને WHOનું ધ્‍યાન આ વાયરસ પર પ્રમાણમાં ઘણું જ છે. આપણે જોઇએ છીએ કે, આ ‘કોરોના વાયરસ'નું નામ દર થોડા
 સમય ફરતું જાય છે. દા.ત. : આલ્‍ફા વેરીયન્‍ટ, બીટા વેરીયન્‍ટ વિ. અને છેલ્લે આપણે જોયો ડેલ્‍ટા વેરીયન્‍ટ અને હવે આપણી સામેલ આવેલ છે ‘ઓમીક્રોન વેરીયન્‍ટ'
તો ખરેખર આ વેરીયન્‍ટ મ્‍યુટેશન છે શું ?
ડાર્વિનનો ઉત્‍ક્રાંતિવાદ જાણીએ છીએ ‘સર્વાઇવલ ઓફ ફીટેશ' એટલે કે જે ‘જીવ વાતાવરણને અનુラકૂળ થાય તે જીવી જાશે.' બાકીનાનો નાશ થાય. દા.ત. ડાયનોસર અને વાંદા.
કરોડો વર્ષ પહેલા આ બંને જીવ હતા પરંતુ ડાયનોસોર જાતીએ વાતાવરણ પ્રમાણે ફેરફાર ન કર્યા તેથી તે જાતિ સંપૂર્ણપણે નાશ પામી જ્‍યારે વાંદા વાતાવરણ પ્રમાણે પોતાનામાં ફેરફાર કરવા લાગ્‍યા તો આજે પણ તેનું અસ્‍તિત્‍વ છે. આ સિધ્‍ધાંત ‘કોરોના' વાયરસ માટે પણ લાગુ પડે છે. આ વાયરસ મનુષ્‍યમાં દાખલ થાય કે તરત જ આપણી રોગ પ્રતિકારક સિસ્‍ટમ સક્રિય થઇ જાય અને તેના વિરૂધ્‍ધ ‘એન્‍ટી બોડી' ઉત્‍પન્‍ન કરે, જેથી બીજી વખત આ વાયરસ આપણા શરીર પર હુમલો કરે કે તરત જ વાયરસના ‘એન્‍ટી બોડી' તેના પર હુમલો કરી તેનો નાશ કરે છે.
આ સાથે વેકિસનમાં રહેલા ‘એન્‍ટી બોડી' પણ આ વાયરસને નાશ કરે છે. હવે જો વાયરસે તેનું અસ્‍તિત્‍વ ચકાસવું હોય તો તેનાં સ્‍વરૂપમાં પરિવર્તન કરવું જ પડે. આ માટે વાયરસ પોતાનામાં રહેલા જીનેટીક કોડ (જીનોમાં) કે જે પ્રોટીન છે તેનાં કોડ બદલાવે જેના પરિણામે તે જ્‍યારે બીજી વખત આપણા પર હુમલો કરે ત્‍યારે અગાઉ રહેલ ‘એન્‍ટી બોડી'ની અસર આ પરિવર્તન પામેલો વાયરસ પર ઓછી અસર ન પણ થાય જેથી પરિણામે ફરીથી આપણે તેની બિમારીનો ભોગ બનવું પડે.
આમ એટલે કે વધારે પરિવર્તિત થયેલ જીનોમ કે જીનેટીક કોડને મ્‍યુટેશન કહેવાય અને આ પરિવર્તિત થયેલ વાયરસને ‘વેરીયન્‍ટ' કહેવાય. આ વેરીયન્‍ટ થયેલ વાયરસ તેની મૂળભૂત પ્રવૃત્તિ જાળવી રાખે છે. એટલે કે તે મનુષ્‍યના ‘શ્વાસનતંત્ર' પર જ અસર કરે અને તેનામાં થયેલ ફેરફાર મુજબ ચેપ ફેલાવા સક્રિય અને ઘાતકતામાં ફેરફાર જોવા મળે.
આમ, પરિવર્તિત થયેલ ‘જીનોમ' વાળા વાયરસને ‘વેરીયન્‍ટ' કહેવાય, જે આગલાં વાયરસથી જુદા પ્રકારના હોય અને આને સહેલાઇથી ઓળખવા માટે WHO એ ગ્રીક આલ્‍ફાબેટ (મૂળાક્ષર) પ્રમાણે આલ્‍ફા, બીટા, ગામા, ડેલ્‍ટા વિ. ‘વેરીયન્‍ટ' નામ આપવામાં આવેલ છે.
વિશ્વના અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, વાયરસમાં જેટલા મ્‍યુટેશન ઓછા તેટલા પ્રમાણમાં એ વાયરસ ચેપ ફેલાવવાની ક્ષમતા ઓછી પરંતુ ઘાતકતા વધારે અને જેટલા મ્‍યુટેશન વધારે તેટલી તે વાયરસની ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે પરંતુ ઘાતકતા ઓછી. (આ માન્‍યતા છે, હજુ સંશોધનો ચાલુ છે.)  આપણે જોયું તેમ ઓમીક્રોન વાયરસમાં મ્‍યુટેશન વધારે છે પરંતુ આ બધુ સમય જ કહેશે.

ઓમીક્રોન દર્દીઓના ચિન્‍હો
આપણે જાણીએ છીએ તેમ સિંહ વર્ષો પહેલા, અત્‍યારે અને કદાચ ભવિષ્‍યમાં ઘાસ ખાશે નહીં. તેવી જ રીતે ઓમીક્રોન વાયરસ એ ‘કોરોના' વાયરસનું પરિવર્તિત સ્‍વરૂપ છે અને કોરોના વાયરસ આપણી શ્વસનતંત્ર અને પાચનચંત્ર પર અસર કરે છે, માટે ઓમીક્રોન વાયરસથી સંક્રમિત દર્દીઓના ચિન્‍હોમાં તાવ આવવો, માથાનો દુઃખાવો, નાકમાંથી પાણી વહેવું, ગળામાં ચીકાસનો અનુભવ થવો, ઉધરસ, શ્વાસ, નબળાઇ કે થાક લાગવો વિ. છે.

ઓમીક્રોન વેરીયન્‍ટ શું છે ?
કોવિડ-૧૯ (કોરોના વાયરસ ડીસીજ-૧૯) કે જેને ડિસેમ્‍બર-૧૯થી સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી હાહાકાર મચાવ્‍યો, જેના વિષે આપણને ઘણી બધી જાણકારી છે. આ મહામારીની બીજી લહેર કે જે મે-જૂન ૨૦૨૧ના રોજ લગભગ પુરી થઇ જેને કાળોકેર વર્તાવેલ તે પણ આપણે જોયું કે આ ‘ડેલ્‍ટા વેરીયન્‍ટ' જેને ઇન્‍ડીયન વેરીઅન્‍ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જુની જીનેટીક સીકવન્‍સીયલ કોડ B.1.617 છે.
બીજી લહેર લગભગ જૂન-૨૧માં પૂરી થયા બાદ આપણે બધાએ હાશકારો અનુભવ્‍યો અને લાગેલું કે હવે ‘કોરોના' જતો રહ્યો. ત્‍યારબાદ બધા નિયમોને પડતા મૂકી લોકો આનંદથી તહેવારો વિ. ઉજવવા લાગ્‍યા. આ સમય દરમિયાન વિશ્વના વૈજ્ઞાનિકો ચિંતિત હતા જ કે આ પ્રકારના વાયરસો ગયા જ નથી પરંતુ શાંત થઇ પરિવર્તન (મ્‍યુટેટ) થઇ ગયેલ જેથી તેઓએ લોકોને ચેતવણી આપવાની ચાલુ જ રાખેલ.
૧૧ નવેમ્‍બર, ૨૦૨૧ બોસ્‍ટવાન અને ૧૪ નવેમ્‍બર, ૨૦૨૧ સાઉથ આફ્રીકામાં શરદી - તાવનાં દર્દીઓના સેમ્‍પલમાં તે લોકોએ કોરોના વાયરસના જીનમાં B.1.617 ને બદલે B.1.1.529 જોયો. તરત જ તેઓ ૨૪ નવેમ્‍બર, ૨૦૨૧ WHOને આ વિષે માહિતી આપી. જેનો સંપૂર્ણ અભ્‍યાસ કરી WHO એ ૨૬ નવેમ્‍બર, ૨૦૨૧ના રોજ નવા વેરીયન્‍ટ તરીકે જાહેર કરવામાં આવેલ જેનું નામ ‘ઓમીક્રોન' એટલે કે ‘ઓમીક્રોન વેરીયન્‍ટ' આપેલ. ઓમીક્રોનએ ગ્રીક આલ્‍ફાબેટનો ૧૫મો અક્ષર છે.
આ વેરીયન્‍ટમાં વાયરસે ૫૦ જેટલા ફેરફાર (મ્‍યુટેશન) કરેલ છે. જેનાંથી ૩૦ તો તેની સપાટી પર કરેલ છે, કે જેનાથી વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. (ડેલ્‍ટા વાયરસમાં ૯ ફેરફાર જ મ્‍યુટેશન હતા)
આથી WHO એ ૩૦ નવેમ્‍બર, ૨૦૨૧નાં રોજે ‘વેરીયન્‍ટ ઓફ કન્‍સર્ન' જાહેર કરેલ કારણ કે, આ મ્‍યુટેશન ધરાવતા વેરીયન્‍ટનો સ્‍વભાવ અને તેની મનુષ્‍ય પર થતી અસરો સાવ ‘અજાણ' અનિヘતિ અને ઓચિંતી હોવાથી તેના વિષે ઘણી બધી માહિતી ઓછી કરવાની હોવાથી WHO એ તે ‘વાયરસ ઓફ કન્‍સર્ન (VOC)' જાહેર કરેલ છે.
આ વેરીયન્‍ટની ચેપ ફેલાવવાની ક્ષમતા, ઘાતકતા, વેક્‍સિનની અસર વિ. જાણવા વિશ્વના વૈજ્ઞાનિકો રાત - દિવસ કામે લાગેલ છે, જેની માહિતી આપણી પાસે આવતા થોડો સમય લાગશે. ત્‍યાં સુધી બીજી આડા-અવડી માહિતી પર ધ્‍યાન આપવાને બદલે બચવા માટે એક જ ઉપાય છે. SMS
સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ  - માસ્‍ક  - સેનીટાઇઝર - હેન્‍ડ વોશનો ઉપયોગ જરૂરી


ડો. કલ્‍પના મહેતા
રાજકોટ
ફેમીલી ફિઝીશ્‍યન
ડો. ગજેન્‍દ્ર મહેતા
રાજકોટ
મો. ૯૮૨૫૬ ૩૯૯૮૩
ડેન્‍ગ્‍યુ, ચિકનગુનિયા, સ્‍વાઇન ફલુ અને
કોરોના ઉપર ઘનિષ્‍ઠ રીસર્ચ

 

(3:04 pm IST)