રાજકોટ
News of Tuesday, 4th January 2022

શહેરમાં ગઇકાલે ૩૭ કેસ સાથે ૨૩૭ દર્દીઓ સારવારમાં

વૈશાલીનગરમાં ૫, ધર્મજીવન સોસાયટી, ગંગોત્રી પાર્ક નજીક મણીનગર ૨-૨ તથા રાજદીપ સોસાયટી, ભોમેશ્વર, ઢેબર રોડ, લક્ષ્મીવાડી વગેરે વિસ્તારમાં એક-એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : આજ દિન સુધીમાં કુલ ૪૩,૨૩૪ કેસ નોંધાયા

રાજકોટ,તા.૪: શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસનાં આંકમાં વધાારો થતો જાય છે. ગઇકાલે ૩૭ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં હાલ ૨૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

બપોર સુધીમાં '૦'  કેસ

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ    ૪૩,૨૩૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૪૩૦  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૧૫૪ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૩૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૭૨ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૪૪,૮૦૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૩,૨૩૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૮૦  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૩૦ ટકા એ પહોંચ્યો છે.

ગઇકાલે ૩૭ કેસ નોંધાયા

ગઇકાલે શહેરમાં ૩૭ કેસ નોંધાયા છે. જેમાં વૈશાલીનગરમાં ૫, ધર્મજીવન સોસાયટીમાં-૨, ગંગોત્રી પાર્ક નજીકમાં ૨, મણીનગરમાં ૨ તથા મહાવીર સોસાયટી, રામધામ સોસાયટી, ચીત્રકુટ, રામધણ સોસાયટી સહિતના વિસ્તારમાં ૧૮ વર્ષથી નાના તરૂણોના ૬ તથા ૧૮ વર્ષથી મોટા ૧૮ મહિલા તથા ૧૩ પુરૂષોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

(3:25 pm IST)