રાજકોટ
News of Tuesday, 4th January 2022

રાજકોટમાં કાર્યરત ત્રણેય ચેમ્બરને મર્જ કરી એક સક્ષમ સંસ્થા બનાવવાના પ્રયાસો ચાલુ છે : વી પી વૈષ્ણવ

રાજકોટ તા. ૪ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવે આજે સવારે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકોટમાં હાલ કાર્યરત ત્રણેય ચેમ્બર જેમ કે રાજકોટ ચેમ્બર, ગ્રેટર ચેમ્બર અને સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરને મર્જ કરી એક સક્ષમ સંસ્થા કે ફેડરેશન બનાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે, સંભવિત મર્જર માટે ત્રણેય ચેમ્બર વચ્ચે બે બેઠક યોજાઇ ગઇ છે અને આગામી દિવસોમાં વધુ એક બેઠક મળશે અને મને આશા છે કે ત્રણેય ચેમ્બર મર્જ થઇ જશે. તેઓએ ઉમેર્યું હતું કે, ત્રણેય ચેમ્બર એક થઇ જાય તો વેપાર ઉદ્યોગનો અવાજ વધુ બુલંદ બની શકે અને વેપારીઓને ત્વરીત ન્યાય મળી શકે. જો મર્જરની પ્રક્રિયા થશે તો નવી બોડીમાં ત્રણેય ચેમ્બરને પુરતુ પ્રતિનિધિત્વ આપવામાં આવશે. એક છત્રછાયા નીચે કામ કરવાથી સૌરાષ્ટ્રના પ્રશ્નોને પણ વધુ અસરકારક રીતે વાચા આપી શકાશે.

(3:26 pm IST)