રાજકોટ
News of Tuesday, 4th January 2022

હે...આવી..ઉતરાયણ..: પતંગ પર્વની શરૂ થઇ તૈયારીઓ

બજારમાં અવનવી વેરાયટીઓની પતંગ-ફીરકીઓનાં ખડકલાઃ ર થી ૩૪ ઇંચ સુધીની પતંગોઃ ર૦૦થી લઇ ૩પ૦નો પંજો મળી રહ્યો છેઃ આ વર્ષે પણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની 'નયા ભારત' પતંગનું આકર્ષણઃ છોટાભીમ, ડોરેમોન, મોટુ-પગલુ કાર્ટૂનની પતંગો પ્રિયઃ આકર્ષક લાઇટીંગ વાળા માસ્ક-ટોપી-ગોગલ્સની વેરાયટીઓ પણ ઠલવાઇ

૧૪ જાન્યુઆરી એટલે કે ઉતરાયણ (મકર સંક્રાંતિ)નું પર્વ ઢુકડું છે. ત્યારે પતંગ બજારમાં પતંગોની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. તસ્વીરો. આશાપુરા રોડ પર ઋતુરાજ સીઝન સ્ટોર્સમાં પતંગ લેવા ઉમટી પડેલા પતંગ રસિયાઓ દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-ર૧)

રાજકોટ તા. ૪ :.. શહેરમાં હવે મકર સંક્રાંતિ એટલે કે ઉતરાયણનાં માહોલ ધીમી ગતિએ જામતો જોવા મળી રહ્યો છે. પતંગ બજારમાં થોડી ઘરાકી નિકળી છે.

રાજકોટમાં તહેવાર પ્રીય, ઉત્સવ રસીયાનો માજાનો તહેવાર, મકર સંક્રાંતી જે નાના બાળકોથી માંડી, યુવાનો, મોટેરાઓ આનંદથી ઉત્સાહથી ઉજવતા હોય છે. હવે ગણત્રીનાં દિવસો જ આ તહેવારના આગમનમાં બાકી રહ્યા હોય, પતંગ દોરાની દુકાનો, આકર્ષક શણગાર સજી, સજ્જ બની છે. બજારમાં પણ પતંગ-દોરાની ખરીદીનો અનેરો ઉત્સાહ છવાયેલો છે. અગાઉ બે મહીના પહેલાથી, પતંગ  ચગાવતા, બાળકો યુવાનો, હવે ભણતર, અને કારર્કીદીનાં સમયમાં પ્રવૃત હોવા હવે, છેલ્લા ર૦ થી રપ દિવસ આ આનંદ માણતા હોય છે. ખાસ કરીને રવિવાર અને રજાના દિવસે, આ આનંદ ભરપૂર માણી શકે છે ત્યારે વાતાવરણ મીની સંક્રાન્ત હોય એવુ લાગે છે. માંજો તૈયાર અને કાચા રીલમાં પણ મળે છે. કાચા રીલમાં પ્રખ્યાત કંપનીના અલગ અલગ વેરાયટીમાં રીલ જેવા કે સાંકળ, સુપર સાંકળ, મહાસાંકળ, ર૪ કેરેટ, એ. કે. પ૬, પાન્ડા, સુપ્રીમ પાન્ડા, અગ્ની, ગેંડો, બીયર વગેરે રીલ ૧૦૦૦ વારથી લઇ પ૦૦૦ વાર સુધીનાં મળે છે. આ રીલ માંજો ઘસતા કારીગરો પાસે તૈયાર કરાવે છે અને અમુક લોકો જાતે જ સરસ-કાચ-કલર વગેરે મટીરીયલ તૈયાર કરી બનાવતા હોય છે.

રીલ સાથે ખાલી ફીરકીઓ પણ આકર્ષક વેરાયટીમાં મળે છે. જેમાં બોલવાની, આખી સ્ટીલની, ફેન્સી ફીરકા આ વર્ષે પતંગ દોરામાં કાચા મટીરીયલ્સમાં ત્થા પતંગ માટેની કમાન ઢટ્ટા અને કાગળમાં ભાવ વધારાને હિસાબે પતંગ અને તૈયાર ફીરકીઓમાં ૩૦ થી ૩પ ટકાનો ભાવ વધારો છે. બે વર્ષ કોરોનાના કપરા કાળને હિસાબે, દોરા બનાવટી કંપનીઓ અને પતંગ બનાવતા કારીગરો, પુરતુ ઉત્પાદન કરી શકયા નથી. જેથી બજારમાં માલની તિવ્ર અછત જોવા મળી રહી છે. વેપારીઓનો ઓર્ડર સામે ઉત્પાદકો પ૦ ટકા સુધીની જ સપ્લાય કરી શકે છે. જેથી છેલ્લા દિવસોમાં વેપારીઓ, માલનું વેચાણ કરી શકે તે માટે અત્યારથી જ ખરીદીનો સ્ટોક વધારતા થયા છે. પતંગમાં ર૦૦ થી પતંગથી શરૂ ૩પ૦ સુધીની પતંગો અનેક વેરાયટીઓમાં આવી છે.

પતંગમાં ર ઇંચથી શરૂ થઇ ૩૪ાા સાઇઝ પોતાના ત્થા આખા કાગળની એક જ પતંગ બનતા આખીયા પણ ઉપલબ્ધ છે.

પતંગના ગીફટ પેકેટ જેમાં પતંગ, બ્યુગલ, આકર્ષક માસ્ક, નાની ફીરકી વગેરે આવે છે. યુવાનોમાં પ્રિય એવી સફેદ ચીલ, કલર ચીલ, કાળી ચીલ, હિરો પ્રીન્ટની બોલીવુડનાં કલાકારોની શાહરૂખ ખાન, આમીર ખાન, શાહીદ કપુર, ઢોલીવુડના વિક્રમ-રાધા, કાર્ટુન પ્રિન્ટની વેરયટીમાં મેરા ભારત મહાન, ડોરેમોન, છોટાભીમ, મોટુ પતલુ, શિવા સાયકલ, ફ્રી ફાયર, પબ્જી, પીપાન્જી, બેનટેન, પોકીમેન, ટોહ દા જેરી, ઓગી, સ્પાઇડરમેન, સુપરમેન, આર્યન મેન, હલ્ક, સફેદ રંગીન રોકેટ, ટાઇગર ચઢ્ઢા પીવીસી બાજ, સફેદ રંગીન ચાંદ-આખ, હે પી ન્યુઇસર-ર૦રર, વેલેન્ટાઇન, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વેકસીનેશન સંદેશની, મોદી કા મેક ફોર વર્લ્ડ કા નયા નારા, મોદીની આકર્ષક ઝાલરવાળી, તિરંગા, મેટલમાં ૧૬ કલરની, સીલ્વર ગોલ્ડન, ખંભાતની રંગીન કાટદાર, બટર પ્લેન, જયપુરી રંગીન, સફેદ રંગીત ફરા, પાન ટોપ દીલ, કોરોનો ગો ઇઅર, વગેરે ૧૦૦૧ વેરાયટીમાં પતંગો આવી છે.

છેલ્લા પ૦ વર્ષોથી પણ વધુ આ વ્યવસાય ધરાવતા આશાપુરા રોડ ઉપર આવેલ ઋતુરાજ સીઝન સ્ટોર્સવાળા હરેશભાઇ કટારીયા અને પિન્ટુભાઇ કટારીયા વધુ વિગતો આપતા જણાવે છે કે તૈયાર માંજાની બરેલી, સૂરત, અમદાવાદની પણ અસંખ્ય વેરાયટીઓ આવી છે. જેમાં બરેલીની સુપ્રસિધ્ધ શમીજા ગ્લાઇડર, એનઆરકે., રાજધાની, એ-૧, ગુડડુ ગ્લાઇડર, જે. કે. સૂરતની ભગવાનદાસની, શિવમ, સ્કાય ફાઇટર, સોલ્જર, હરકયુલીસ, સિંઘમ, બાહુબલી, શિવાજી, ગ્લેડીયેટર, સરકાર, બ્લેક પેન્થર, પ-જી-જી, રીયલ ફાઇટર, યૌધ્ધા, બ્લેક એન્ડ વ્હાઇટ વગેરે ૧૦૦૦ વારથી પ૦૦૦ વાર સુધીની રેન્જમાં  આવી છે.

બાળકો માટે, ફોલ્ડીંગ આકર્ષક ચશ્મા, પરાકેપ, બોયઝ અને ગર્લ્સની આકર્ષક  તડકામાં રમણ આપતી કેપ, લાઇટ પંખાવાળી કેપ, ૧૮ થી પણ વધુ વેરાયટીમાં કાર્કન સરીયલનાં માસ્ક, એનીમલ માસ્ક, લાઇટીંગ માસ્કમાં આર્યન માસ્ક, સ્પાઇડરમેન, બેટમેન, બાલ હનુમાન, બાર્બી, લેનટેન વગેરે વેરાયટીઓ આવી છે. અમારે ત્યાંથી ચાઇનીઝ બનાવટની કોઇપણ વસ્તુનું વેચાણ થતુ નથી. ભારતીય બનાવટનાં સીલ્વર લાઇટીંગ ફાનસ, કાગળના ફીનસ, યુવાનો માટે કાઉલોય, રશીમન કેપ, ભારતીય બનાવટની ફોલ્ડીંગ કપડાની પતંગો જેમાં ડોગ, ફોઇલ્સ, પ્લેન, ઇગલ, પૂંછડીવાળી વગેરે વિવિધ આઇટમો છે. બાળકો અગાસીએ આનંદની મસ્તીમાં બ્યુગલો વગાડતા હોય છે. જેમાં તિરંગા, ફલાવર બ્યુગલ ટુ ઇન વન, થ્રી-ઇન વન, ફોર-ઇન વન, ફાઇવ ઇન વન બેન્ડ બ્યુગલ, શહનાઇ, એરહોર્ન, ફુટબોલ, થ્રી સાઉન્ડ, બાંસુરી, બોમ્બે ફલાવર સીમ બીન વન જે ત્રણ ફુટ સુધીની લંબાઇમાં આવે છે. પતંગ  ઉડાડતી વખતે આંગળીના રક્ષણ માટે ચીપટી, મેડીકલ ટેપ, ગુંદરનાં નાના રોલ, આકર્ષક પેકીંગમાં મળે છ. મકર સંક્રાંતીથી ઢળતી સાંજે, પતંગ રસીયાઓ ફટાકડા ફોડી, તહેવારની મોજ કરે છે. આ માટેનાં ફેન્સી ફટાકડામાં અનેક વેરાયટીમાં ઉપલબ્ધ છે. હાલ બજારમાં ઓછા ઉત્પાદનને કારણે ખરીદીમાં સારો એવો ગરમાવો જોવા મળે છે. રાજકોટ અને આસપાસનાં નજીક ગામોમાંથી વેપારીઓ અને શહેરનાં પતંગ રસીયાઓની ભીડનો માહોલ હવે જામતો જાય છે.

(3:27 pm IST)