રાજકોટ
News of Tuesday, 4th January 2022

પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ પ્રદ્યુમનભાઇ વાંઝાનો રાજકોટ જીલ્લામાં પ્રવાસ

 રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં આવેલ મેઘજી પેથરાજ છાત્રાલય ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ  પ્રદ્યુમનભાઈ વાંઝા, રાજ્ય સરકારના મંત્રી  પ્રદીપભાઈ પરમાર, મહામત્રી વિક્રમભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી  જીતુભાઈ મણવર, મીડિયાના સહપ્રભારી  કલ્પેશભાઈ સોલકીની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઇ રાઠોડની આગેવાનીમાં જિલ્લા તથા મડળના હોદ્દેદારો હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિની મેઘજી પેથરાજી છાત્રાલય, ગોંડલની મુલાકાત પ્રદેશ હોદ્દેદારોઍ લીધેલ અને વિદ્યાર્થીઓને નોટબુક તથા પેનનું વિતરણ કરવામાં આવેલ. પ્રદેશ અધ્યક્ષ  ડો.પ્રદ્યુમનભાઈ વાંઝાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ હતું કે, દેરેક જિલ્લામા ઍક દિવસનો કાર્યક્રમ કરીને મંદિરો તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની હોવાથી સૌ પ્રથમ રાજકોટ જિલ્લામાં આ કાર્યક્રમનું આયોજન કરેલ છે.  મંત્રી પ્રદીપભાઈ પરમારએ રાજ્ય સરકારની લોકકલ્યાણકારી વિવિધ યોજનાઓની મોરચાના સૌ કાર્યકર્તાઓને માહિતી આપી હતી અને છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લે તેવી અપીલ કરી હતી.  પ્રદેશ મહામંત્રી  વિક્રમભાઈ ચૌહાણ રાજ્ય સરકારની તથા કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી આપેલ હતી અને મોરચો મંડલ સ્તરેથી જિલ્લા સ્તર સુધી વધુમા વધુ મજબૂત બને તેમ જણાવેલ હતું.  રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડે આભાર વિધિ કરેેલ. ત્યારબાદ ઘોઘાવદર સંતશ્રી દાસી જીવણ સાહેબની જગ્યાના દર્શન તથા ઈ-શ્રમ કાર્ડના કેમ્પની મુલાકાત કરવામાં આવેલ હતી.

 આ કાર્યક્રમમાં   મહામત્રી મહેશભાઈ વાણીયા, મહામંત્રી  લાલજીભાઈ આઠું, ઉપપ્રમુખ વજુભાઇ મકવાણા,   પ્રવીણભાઈ રાધા,  અશોકભાઈ બથવાર, મત્રી  હિરેનભાઈ દાફડા, કાનજીભાઈ પરમાર, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના સભ્ય બાલુભાઈ વિઝૂડા,ભરતભાઈ બગડા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી નરોત્તમભાઈ પરમાર,  ગીરીશભાઈ પરમાર, ગોડલ નગરપાલિકા ચેરમેન  અનિલભાઈ માધડ, કારોબારી ચેરમેન  પૃથ્વીસિહ જાડેજા, ગોંડલ તાલુકા અનુસૂચિતજાતિ મોરચાના પ્રમુખ હરિભાઈ મિયાત્રા, મહામંત્રી  ભોળાભાઈ, ચાડ્યા,  અનિલભાઈ સોલકી,   રમેશભાઈ સોંદરવા,   જયંતીભાઈ પરમાર,   મેઘજી પેથરાજી છાત્રાલયના ગૃહપતિ રામજીભાઈ રાઠોડ,   ખીમજીભાઈ બગડા, જસદણ તાલુકા અનુસૂચિતજાતિના પ્રમુખ જીતુભાઈ દાફડા,   અશોકભાઈ પારધી,  લખનભાઈ સોલંકી, જામકંડોરણા પ્રમુખ અશોકભાઈ, ધોરાજી શહેર પ્રમુખ નરેશભાઈ રાઠોડ, જેતપુર તાલુકા તથા શહેરના પ્રમુખ લાખાભાઈ સોંદરવા, ભલાભાઈ ભોજપરા, સરપંચ  વિપુલભાઈ સહીતના અનુ.જાતી મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

(3:47 pm IST)