રાજકોટ
News of Tuesday, 4th January 2022

રાજકોટ યાર્ડમાં કપાસના ભાવ નવી ટોચેઃ૧ મણના ૨૦૪૩ રૂા.

રાજકોટ, તા. ૪ :. કપાસમાં વણથંભી તેજીના પગલે રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ ૧ મણના ૨૦૪૩ રૂા.ની ઐતિહાસિક સપાટીએ સોદા પડયા હતા.
રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસની ૩૬૦૦ ક્‍વીન્‍ટલની આવક હતી. કપાસ ૧ મણના ભાવ ૧૬૨૦થી ૨૦૪૩ રૂા.ના ભાવે સોદા પડયા હતા. બેસ્‍ટ કવોલીટી કપાસના ૨૦૪૩ રૂા. બોલાયા હતા. ગત સપ્તાહમાં કપાસ ૧ મણના ભાવ ૨૦૧૮ રૂા. થયા હતા. ત્‍યાર બાદ આજે તેજીના પગલે કપાસના ભાવ ૨૦૪૩ રૂા.ના નવી ટોચે પહોંચ્‍યા હતા.
લોકલ સ્‍પીનીંગ મીલો અને ફોરેન માર્કેટમાં કપાસની ભારે ડીમાન્‍ડ નિકળતા અને ચાલુ વર્ષે કપાસનું ઉત્‍પાદન ઘટયાની ધારણાએ કપાસના ભાવમાં વણથંભી તેજી ચાલુ રહી છે.

 

(3:56 pm IST)