રાજકોટ
News of Tuesday, 4th January 2022

મકરસંક્રાંતી પૂર્વે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર ગોપાલ થોરીયા પકડાયોઃ ૧૦૦ ફીરકી કબ્‍જે

થોરાળા પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી

રાજકોટ તા. ૪: મકર સંક્રાંતીના તહેવારની ઉજવણી અંતર્ગત ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું હોવા છતાં થોરાળાના બાપા સીતારામ સોસાયટીમાં ચાંઇનીઝ દોરીનું વેચાણ કરનારા વેપારીને થોરાળા પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ પોલીસ કમિશ્‍નર શ્રી મનોજ અગ્રવાલે મકરસંક્રાંતિની ઉજવણી માટે અનેક પ્રતિબંધો મુકત જાહેરનામું બહાર પાડયું હોઇ તે અંતર્ગત થોરાળા પોલીસ મથકના પીઆઇ. બી. એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી. એસ. ગઢવી તથા કોન્‍સ. જયદીપસિંહ ઝાલા સહિતે પેટ્રોલીંગ દરમ્‍યાન બાપા સીતારામ સોસાયટી શેરીન ં. પ ના ખુણે આવેલા આશાપુરા જનરલ સ્‍ટોર સામે સ્‍ટોલમાં ચાઇનીઝ દોરાનું વેચાણ કરનાર વેપારી ગોપાલ ચનાભાઇ થોરીયા (રહે. બાપાસીતારામ સોસાયટી શેરી નં. પ) ને રૂા. ર૦ હજારની કિંમતની ચાઇનીઝ દોરીની ૧૦૦ ફીરકી સાથે પકડી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.


 

(3:49 pm IST)