રાજકોટ
News of Tuesday, 4th January 2022

૧પ૦ રીંગ રોડ પર આરોગ્‍ય ચેકીંગઃ ર૬ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ : ૮ વેપારીને નોટીસ

પંડયાસ રસથાળમાંથી શાક, ચટણી, લોટનો નાશઃ યો ફ્રેન્‍કીમાંથી-મોમોસ વાસી શાકા-ભાજીઃ સ્‍નેકસ એન્‍ડ મોરમાંથી આલુટીકી પિઝા વગેરે સહીતના રેસ્‍ટોરન્‍ટોમાં ચેકીંગ વાસીખોરા શાકાનો નાસ કરતી ફુડશાખા

રાજકોટ તા. ૪ : મ.ન.પા.ની ફુડ શાખા દ્વારા આજે વન વીક વન રોડ અંતર્ગત રૈયા ચોકડી થી કેકેવી ચોૈક સુધીના ૧પ૦ ફુટ રીંગ રોડ પર  ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્‍યાન વાસી  પ્રિપેર્ડ ફુડ, વાસી ગ્રેવી, કાપેલા શાકભાજી, પિઝા બેઝ, વાસી ચટણી મળી કુલ આશરે ૨૬ કિ.ગ્રા. નાશ અને ૮ પેઢીને લાયસન્‍સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ.
નમુનાની કામગીરીઃ-
ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ નમૂના લેવામાં આવેલ (૧) ઊંધિયું સબ્‍જી (પ્રિપેડ-લુઝ ) સ્‍થળ- પંડયાસ રસથાળ -વેસ્‍ટ ગેટ ૧૫૦ રિંગ રોડ રૈયા ચોકડી પાસે  (૨) ગાર્ડન ડીલાઇટ પીઝા (પ્રિપેડ-લુઝ) સ્‍થળ- એસએન હોસ્‍પિટાલિટી (લાપીનોઝ પીઝા) -વેસ્‍ટ ગેટ ૧૫૦ રિંગ રોડ રૈયા ચોકડી
ર૬ કીલો વાસી વસ્‍તુનો નાશ
ફૂડ વિભાગ દ્વારા તા.૦૪/૦૧/૨૦૨૨ ના શહેરના રૈયા ચોકડી થી કેકેવી ચોક સુધીના રોડ  પર ચકાસણી કરાયેલ જેમાં (૧) પંડયાસ રસથાળ -વેસ્‍ટ ગેટ- વાસી સબ્‍જી ૪ કિ.ગ્રા., બાંધેલો આટો ૩ કિ.ગ્રા., વાસી ઢોકળા ૩ કિ.ગ્રા., ગ્રેવી ચટણી ૪ કિ.ગ્રા., નાશ કરેલ હાયજીન બાબતે નોટિસ. (૨) યો-ફ્રેંકી -વેસ્‍ટ ગેટ-  વાસી મોમોસ ૧ કિ.ગ્રા., વાસી કાપેલા શાકભાજી ૩ કિ.ગ્રા., નાશ કરેલ હાયજીન બાબતે નોટિસ. (૩) સનેક્‍સ એન્‍ડ મોર- હોકો ઇટરી-વેસ્‍ટ ગેટ-  વાસી આલુ ટીકી ૧ કિ.ગ્રા. પિઝા બેઝ ૧૯ નંગ  નાશ કરેલ હાયજીન બાબતે નોટિસ. (૪) લ્‍ફ હોસ્‍પિટાલિટી - વેસ્‍ટ ગેટ- વાસી પાસ્‍તા મેકરોની ૪ કિ.ગ્રા.,નાશ કરેલ સ્‍ટોરેજ બાબતે નોટિસ. (૫) મેકરોન બેકરી એન્‍ડ કાફે- વેસ્‍ટ ગેટ- એક્‍સપાયરી સોસ ૧ કિ.ગ્રા., નાશ કરેલ સ્‍ટોરેજ  બાબતે નોટિસ. (૬) ક્રિષ્‍ના ડિલક્ષ પાન એન્‍ડ કોલડ્રિંકસ- લાયસન્‍સ બાબતે નોટીસ (૭) રુદ્ર ફાર્મસી-લાયસન્‍સ બાબતે નોટીસ (૮) ગોકુલ પાન એન્‍ડ કોલડ્રિંકસ- લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ
ગંદકી સબબ ૪ હજારનો દંડ વસુલ
વન વીક વન રોડ અંતર્ગત ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ ૧૦ આસામીઓ પાસેથી રૂ. ૪,૦૦૦/-, પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ ૧૯ આસામીઓ પાસેથી રૂ. ૧૦,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ કુલ ૨૯ આસામીઓ પાસેથી કુલ રૂ. ૧૪,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. ઘ્‍ ્રૂ ઝ વેસ્‍ટ ઉપાડવાની ઉપાડવા સબબ ૦૩ આસામી પાસેથી રૂ. ૪,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ તેમજ ૨૮ દુકાનધારકો ધંધાર્થીઓને ડસ્‍ટબીન ન રાખવા તથા ગંદકી ન કરવા સબબ નોટીસ આપવામાં આવેલ અને ૭.૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવામાં આવેલ.  


 

(3:52 pm IST)