રાજકોટ
News of Tuesday, 4th January 2022

રાજકોટ અમદાવાદ હાઇવે માલીયાસણ ચોકડીએથી સ્વીફટ ૧ લાખનો ૨૫૨ બોટલ દારૂ ભરેલી કાર ક્રાઇમ બ્રાન્ચે પકડી

એ.એસ.આઇ. સી.એમ.ચાવડા, જે.વી.ગોહિલ, હેડકોન્સ. કરણભાઇ મારૂ તથા કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલની બાતમી: પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ યુ.બી. જોગરણાની ટીમની કાર્યવાહીમાં

રાજકોટ: દારૂ/જુગારની પ્રવૃતી નાબુદ કરવા મળેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. સી.એમ.ચાવડા, જે.વી.ગોહિલ, હેડકોન્સ્ટેબલ કરણભાઇ મારૂ તથા  કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલને બાતમી મળતા માલિયાસણ ચોકડીએ વોચ રાખતા સ્વીફટ ડીઝાયર કાર નં. GJ-04-CA-4154નો ચાલક પોલીસને જોઈ કાર મૂકી ભાગી ગયો હતો. કારમાંથી પોલીસને રૂ. ૧,૦૦,૫૦૦નો મેકડોવેલ નમ્બર વન અને ઓલ સિઝન બ્રાન્ડનો ૨૫૨ બોટલ દારૂ મળતા તે તથા ૪ લાખની કાર કબ્જે કરી ભાગી ગયેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે. 

આ કામગીરી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી.વી.બસિયાની રાહબરીમાં પીઆઇ વી. કે.ગઢવી, પીએસઆઇ યુ.બી.જોગરાણા, એ.એસ.આઇ. ચેતનભાઇ ચાવડા, જયંતિભાઇ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મારૂ, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ ધ્વારા કરવામાં આવી છે.

 

(7:53 pm IST)