રાજકોટ
News of Tuesday, 4th January 2022

હાથીખાના મેઇન રોડ પર કારના કાચ તોડી ભાગી ગયેલા ત્રણ પૈકી એક રામનાથપરાના નોહિલ ઉર્ફ નોઈલોને એ ડિવિઝન પોલીસે પકડ્યો: આફતાબ અને શાહબાઝની શોધખોળ

હેડકોન્સ. કે.એસ.ઝાલા અને હરપાલસિંહની બાતમી: પીઆઇ સી.જી. જોશી અને પીએસઆઇ ભટ્ટની ટીમની કાર્યવાહી

રાજકોટ:  શહેરના હાથિખાના મેઈન રોડ પર કારનાં કાચ ફોડી ભાગી ગયેલા ત્રણ શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી એકને પકડી લીધો છે. એ ડિવિઝનના હેડકોન્સ કે. એસ. ઝાલા તથા કોન્સ હરપાલસીંહ જાડેજાને મળેલી બાતમી આધારે નોહીન ઉર્ફે નોઇલો નજીરખાન પઠાણ (ઉવ.૨૯ રહે રામનાથપરા હુસેની ચોક રાજકોટ)ને પકડી લેવાયો છે. જ્યારે બીજા બે શખ્સોમાં આફતાબ ગાલબ ઉવ.૨૫ રહે ઘાચીવાડ અને શાહબાઝ ઉર્ફે બાઘો સલીમભાઇ મેમણ (ઉવ.૨૯ રહે ઘાચીવાડ રાજકોટ) હોવાનું ખુલતા શોધખોળ થઈ રહી છે. પોલીસે એકટીવા મોસા GJ-3-Q-5837 કબ્જે કર્યું છે. 

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી  કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસીહ જાડેજા તથા એસીપી એચ . એલ. રાઠોડની સૂચના મુજબ સી.સી.ટી .વી ફુટેજ આધારે તથા બાતમી આધારે આ કામગીરી થઈ છે.

 પો.ઇન્સ. સી.જી.જોષી તથા પો સબ ઇન્સ. જે.એમ.ભટ્ટ તથા એ એસ આઈ બી. વી. ગોહીલ તથા પો હેડ કોન્સ વી ડી ઝાલા તથા પો કોન્સ કે એસ ઝાલા તથા પો કોન્સ હરપાલસીહ જાડેજા તથા પો કોન્સ સાગરદાન દંતી તથા પો.કોન્સ.મેરૂભા ઝાલા તથા પો કોન્સ હરવીજયસીહ ગોહીલે આ કાર્યવાહી કરી છે.

 

(8:03 pm IST)