રાજકોટ
News of Saturday, 4th February 2023

વ્‍યાજખોરોના ત્રાસથી બચાવવા ૨૬૧ પરિવારને લોન આપવા બેન્‍કોની ખાત્રી

વ્‍યાજ માફિયાઓના ત્રાસથી મુકિત, પણ લોકોની નાણાંની જરૂરિયાતનું શું? અશોક યાદવને સ્‍ફુરેલ પ્રશ્નો એસપી હરેશ દુધાત અને ડીવાયએસપી હિમાંશુ દોશી અદ્‌ભુત રીતે અમલ કરી બતાવ્‍યો : બેંક ઓફ ઈન્‍ડિયા, એસબીઆઈ સાથે નાગરિક બેંક અને સહકારી જગત માનવીય કાર્યમાં સામેલ

રાજકોટ, તા.૪:  વ્‍યાજ માફીયાઓ સામે આકરા પગલાંઓ લેવા સાથે લોકોની નાણાંકિય સમસ્‍યાઓનું શું આ વિચાર સાથે જ રાજકોટ રેન્‍જ અર્થાત્‌ ઉત્તર સૌરાષ્ટ્‌ વડા અશોકકુમાર યાદવ દ્વારા ભૂતકાળમાં વ્‍યાજ માફીયાઓ સામે પોલીસને એક તક નામક પ્રોજેકટ દ્વારા લોક જાગૃતિ માટે સુરેન્‍દ્રનગરના તત્‍કાલીન એસપી મહેન્‍દ્ર બગડિયા સાથે રહી ખૂબ મહત્‍વનું ભૂમિકા ભજવનાર સુરેન્‍દ્રનગરના વિભાગીય વડા હિમાંશુ દોશી તથા હાલના એસપી હરેશ દુધાત ટીમને કઈક નકકર કરવા સૂચન કરવાના પગલે સુરેન્‍દ્રનગર એસપી અને વિભાગીય વડાં હિમાંશુ દોશી સહિત જિલ્લાના અન્‍ય અધિકારીઓ દ્વારા લોકોને વિવિધ બેન્‍કોમાંથી રાહત દરે લોન મળી રહે તેવું અદભૂત આયોજન કરેલ જેને ખૂબ મોટી સફળતા મળી છે.

લોન કેમ્‍પોમાં સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત  (આઈપીએસ) દ્વારા સતત માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.પી.દોશી તથા સુરેન્‍દ્રનગર સીટી એ. ડીવી સહિતના અધિકારીઓએ સુરેન્‍દ્રનગર જીલ્લા તાલીમ કેન્‍દ્ર ખાતે લોન કેમ્‍પનું આયોજન કરેલ. જેમાં ૬૧ નાગરીકો આ લોન મેળામાં હાજર રહેલ. અંદાજે ૬૧ નાગરીકોએ લોન મેળવવા માટે ફોર્મ ભરેલ હતા. જેમાં સુરેન્‍દ્રનગર ડી.ટી.સી. હોલ ખાતે સ્‍થળ ઉપર રૂા.૫૦,૦૦૦ તથા ઈન્‍ડીયન બેંક દ્વારા રૂા.૨૦,૦૦૦ એમ કુલ-૨ નાગરીકની લોન તાત્‍કાલીક મંજુર કરવામાં આપવામાં આવી. લારીઓ, ફરીયાઓ તેમજ સીઝનેબલ ધંધા રોજગાર કરતા માણસોને સ્‍ટ્રીટ વેન્‍ડીંગ કાર્ડ આપવા માટે હતી. જેમાં સ્‍થળ પર જ એક બહેનને સ્‍ટ્રીટ વેન્‍ડીંગ કાર્ડ આપવામાં આવેલ. તેમજ બીજા નાગરીકની  કાર્યવાહી ચાલુમાં તેમજ લોન આપતી બેંક તેમજ કંપનીઓ દ્વારા ઉમદા પ્રતિસાદ મળેલ હતી.

જેથી અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્‍વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓની સુચનાં અન્‍વયે નાગરીકોને પોતાના ધંધા રોજગાર ચલાવવા માટે કેન્‍દ્ર તથા રાજય સરકાર દ્વારા બેન્‍કે મારફતે ખુબ જ ઓછા વ્‍યાજના દરે ધિરાણ આપવામાં આવે છે. જરૂરીયાતમંદ લોકો કેટલાક કિસ્‍સામાં આ પ્રકારની લોન કયાંથી મેળવવી તેની જાણકારીના અભાવે આવા વ્‍યાજખોરોની જાળમાં ફસાઈ જતા હોય છે.

આ પરિસ્‍થિતિનું નિર્માણ ટાળવા તેમજ સામાન્‍ય પ્રજાને લોન / ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાજવ્‍યાપી કાર્યક્રમ કરવાનું નકકી કરવામાં આવેલ હોય જે અંતર્ગત અત્રેના જીલ્લામાં સુરેન્‍દ્રનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ જીલ્લા તાલીમ કેન્‍દ્ર, વઢવાણ, લખતર, મુળી, ચુડા, લીંબડી, સાયલા, ચોટીલા, થાનગઢ, ધ્રાંગધ્રા, પાટડી વિગેરે કુલ-૧૧ અલગ અલગ જગ્‍યાએ કેમ્‍પોનું આયોજન કરવામાં આવેલ. જે લોન મેળામાં   જીલ્લાના લાયસન્‍સ પરવાના આપનાર રજીસ્‍ટ્રાર, બેંકના મેનેજર, સહકારી મંડળીના કર્મચારી તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ એસ.બી.આઈ., બેંક ઓફ ઈન્‍ડિયા, રાજકોટ ગ્રામીણ બેંક, ડીસ્‍ટ્રીક બેંક, ઈન્‍ડીયન બેંક તેમજ અલગ અલગ લોન આપતી કંપનીઓનાં મેનેજરશ્રી તેમજ કર્મચારીઓએ હાજર રહી ગુજરાત સરકાર  દ્વારા હાલમાં આપવામાં આવતી લોન તથા યોજનાઓની સુવિધા અંગે વિસ્‍તૃત સમજ આપી લોન માટે ફોર્મ ભરાવવામાં આવેલ. જીલ્લામાં કુલ૧૧ અલગ અલગ જગ્‍યાએ લોન કેમ્‍પોનું આયોજન કરેલ. જેમાં અંદાજે ૭૩૬ નાગરીકો આ લોન મેળામાં હાજર રહેતા હતા. જેમાં અંદાજે ૨૬૧ નાગરીકોએ લોન મેળવવા માટે તૈયારી બતાવેલ હતી

(11:44 am IST)