રાજકોટ
News of Tuesday, 4th May 2021

સ્વ. અભયભાઈ ભારદ્વાજની પાંચમી માસિક પૂણ્યતિથિએ રાજકીય આગેવાન-વકીલો-પત્રકારો સહિત ૫૦૦ લોકોએ વેકસીનેશનનો લાભ લીધો

વેકસીન લેનાર તમામને સ્મૃતિચિન્હ, એન-૯૫ માસ્ક અપાયાઃ સાંસદ-ધારાસભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી અને સાંસદ સ્વ. શ્રી અભયભાઈ ભારદ્વાજની પાંચમી માસિક પૂણ્યતિથિએ ફ્રી કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. જેનો રાજકીય આગેવાનો, વકીલો, પત્રકારો અને સમાજ શ્રેષ્ઠી લોકોએ લાભ લીધો હતો. પ્રસ્તુત તસ્વીરોમાં ઉપરના ભાગે સ્વ. અભયભાઈના ફોટા પાસે દિપ પ્રગટાવતા માજી મંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે. મેયર દર્શિતાબેન શાહ, કોર્પોરેટર મનિષભાઈ રાડીયા, બાર કાઉ.ના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ, બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, પત્રકાર નયનભાઈ વ્યાસ, હરપાલસિંહ જાડેજા, સુધીરભાઈ ભટ્ટ, એડવોકેટ તુષાર ગોકાણી, ભારદ્વાજ પરિવારના અંશ ભારદ્વાજ, અમૃતાબેન ભારદ્વાજ, નિતીનભાઈ ભારદ્વાજ ઉપરાંત હરેશભાઈ પરસોંડા, નિલેષ પટેલ, સ્તવન મહેતા, સમીર ખીરા, વિવેક સાતા તથા મેડીકલ સ્ટાફ નજરે પડે છે. વેકસીન લેનાર તમામને સ્મૃતિચિન્હ અપાયુ હતું.(૨-૧૪)

રાજકોટ, તા. ૩ :. ગુજરાત રાજ્યના જાણીતા ધારાશાસ્ત્રી અને સાંસદ સ્વ. શ્રી અભયભાઈ ભારદ્વાજની પાંચમી માસિક પૂણ્યતિથિ નિમિતે તા. ૧-૫-૨૧ના રોજ રાજકોટના જાણીતા એરકન્ડીશન મોહનભાઈ હોલમાં ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે કોરોના વેકસીન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ સમયે પ્રદેશ ભાજપના આગેવાન નિતીનભાઈ ભારદ્વાજ, ગુજરાત ફાયનાન્સના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસદ રામભાઈ મોકરીયા, માજી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, માજી મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ સહિતના આગેવાનોએ આ વેકસીન કેમ્પ દીપપ્રાગટય કરી ખુલ્લો મુકેલ હતો.

આ વેકસીન કેમ્પમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સવારના ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીમાં પહેલો અને બીજો ડોઝ વેકસીન લેવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આવેલ હતા અને ૫૦૦થી વધુ લોકોએ કોરોના વેકસીન મુકાવેલ હતી અને કેમ્પને સફળ બનાવેલ હતો. આ સમયે વેકસીન લેનાર પ્રત્યેકને અભયભાઈની સ્મૃતિ શીલ્ડ - બાન લેબ્સવાળા મૌલેશભાઈ ઉકાણી દ્વારા વેકસીન લેનારની ઈમ્યુનીટી પાવર વધે તે માટે બે બે ગોલ્ડન મીલ્કના બોકસ તેમજ શીવ શકિત ડેરીવાળા જગદીશભાઈ તરફથી તમામને દુધ કોલ્ડ્રીંગ આપવામાં આવેલ હતું.

આ વેકસીન કેમ્પમાં વેકસીન લેનારની સવારે ૯ વાગ્યાથી લાઈન હતી અને તમામને કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ સેનેટાઈઝર તથા બાબુ ચુના માલીક ગોરધનભાઈ તરફથી એન-૯૫ માસ્ક આપવામાં આવેલ હતા. વેકસીન લેનાર ખૂબ ઉત્સાહી નજરે પડેલ હતા અને વ્યવસ્થાપકોની તેમજ ગુજરાત સરકારની ગાઈડલાઈન તેમજ અપીલનું માન રાખી મોટી સંખ્યામાં વેકસીનેશન કેમ્પનો લાભ લીધેલ હતો. રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ધારાશાસ્ત્રી અંશભાઈ ભારદ્વાજ તથા બજરંગવાડી વેપારી એસો.ના પ્રમુખ હરેશ પરસોડા, બ્રહ્મસમાજના આગેવાન સમીર ખીરા વિગેરેની અપીલને ધ્યાને લઈ મોટી સંખ્યામાં લોકો વેકસીન લેવા આવેલ હતા.

વેકસીન લેવા આવનાર તમામ ભાઈ-બહેનો તેમના કુટુંબ સાથે વેકસીન લેવા આવેલ હોય તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા અભયભાઈ ભારદ્વાજનું સ્મૃતિ શીલ્ડ લેતા હોય તેવા ફોટા પણ પડાવતા નજરે પડેલ હતા. આ કેમ્પમાં મીડીયા કર્મી નયનભાઈ વ્યાસ, અબતકવાળા હરપાલસિંહ, આજકાલવાળા સુધીરભાઈ ભટ્ટ વિગેરેએ પણ વેકસીન લીધેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અભય ભારદ્વાજ એસો. તથા કેયુર કેરાળીયા, રક્ષીત રૈયાણી, અમૃતા ભારદ્વાજ, બીનલ રવેસીયા તેમજ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દીલીપભાઈ પટેલ દ્વારા આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

(4:16 pm IST)