રાજકોટ
News of Tuesday, 4th May 2021

કથાકાર ભાનુશંકરભાઈ મહેતા સંચાલિત જાહેર અન્નક્ષેત્રએ સેવાની જ્યોત પ્રગટાવી

દરરોજ 300થી 400 માણસોની રસોઈ : જુદા જુદા વિસ્તારમાં પ્રસાદ વિતરણ : હોમ ક્વોરેન્ટાઇન દર્દીના ઘરે ટિફિન સેવા પણ કાર્યરત : દાતાઓના સહયોગથી લક્ષ્મણ ટાઉનશીપમાં અનેરો સેવાયજ્ઞ

રાજકોટ : જાણીતા કથાકાર ભાનુશંકર ભાઈ મહેતા સંચાલિત જાહેર અ્નક્ષેત્રએ સેવાની જયોત પ્રગટાવી છે,  દાતાઓના સાથ સહકારથી  રાજકોટ દરેક હોસ્પિટલમાં  જરૂરિયાત મંદ લોકો તેમજ ગરીબ વર્ગના લોકો સુધી પ્રસાદ પહોંચાડવામાં આવશે અન્નક્ષેત્રમાં દરરોજ 300, થી 400, માણસની રસોઈ બનાવી જુદા  જુદા વિસ્તારમાં પ્રસાદ વિતરણ થાય છે

 ભાનુશંકરભાઈ મહેતા સંચાલિત અન્નક્ષેત્ર રાજકોટમાં કોઈ પણ એરિયામાં માધ્યમ વર્ગના લોકો ગરીબ પરિવારમાંથી જો હોમ કોરોનટાઇ હોય તૉ તેમના ઘર સુધી ટિફિન પાર્સલ પહોંચાડવામાં આવેશે લક્ષમણ ટાઉનશીપ જીવરાજ પાર્ક 80, ફૂટ રોડ સ્યામલ સ્કાઈ લાઈફ સામે મવડી ખાતેના આ અ્નક્ષેત્ર સેવા કાર્યને સફળ બનાવવા લક્ષમણ ટાઉનશીપ પ્રમુખ રાજુભાઈ ચાવડા, જુવાનસિંહ પરમાર મનસુખ ભાઈ હીરાની ભાવિનભાઈ દુલ્લા તેમજ મિત્ર મંડળ મહિલા મંડળ કથાકાર ભાનુ ભાઇ મહેતાના માર્ગદર્સન હેઠળ સહયોગ આપી રહ્યા છે વધુ વિગત માટે  મોં 9638605522) નો સંપર્ક સાધી શકાય છે

(12:06 pm IST)