રાજકોટ
News of Tuesday, 4th May 2021

રાજકોટમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટે રસીનો એક-બે દિવસનો જ જથ્થો

૮૦૦૦ ડોઝ હોવાની શકયતાઃ બાકીની વેકિસન પાઇપલાઇનમાં: ૧૮ હજારથી વધુ યુવાઓને પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો

રાજકોટ,તા.૪: કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તા.૧ મેથી વેકિસન આપવાની શરૂઆત કરવામાં આવી છે. યુવાનોમાં વેકિસનનો જબ્બરો ઉત્સાહ જોવા મળ્યો છે. જયારે શહેરમાં ૪૫ વર્ષથી ઉપરનાં લોકો માટે રસીનો બે દિવસ જેટલો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. હાલ શહેરમાં ૮ હજાર જેટલો ડોઝ ઉપલબ્ધ છે. બાકીનો જથ્થો પાઇપલાઇનમાં હોવાની શકયતા દર્શાય રહી છે.

હાલ સમગ્ર દેશ કોરોના વાઇરસ મહામારી સામે જંગ લડી રહ્યો છે ત્યારે સૌના સાથ સહકારથી કોરોના સામે જંગ જીતી પણ  શકાશે. દેશમાં કોરોના વાઇરસની વેકસીનનો પ્રારંભ ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ થયો છે. શહેરનાં તમામ આરોગ્ય કેન્દ્ર પર ૪૫ વર્ષથી ઉપરનાં લોકો માટે રસી આપવામાં આવી રહી છે. અત્યાર ફ્રન્ટલાઇન અને આરોગ્ય વર્કર તથા ૪૫ વર્ષથી ઉપરનાં ર,પ૩,પ૭૮થી વધુ લોકોએ પ્રથમ રસીનો ડોઝ લઇ લીધો છે. જાણવા મળતી વિગત મુજબ શહેરમાં અ ા કેટેગરીનાં લોકો માટે રસીનો ૮ હજાર જેટલો ડોઝ ઉપલબ્ધ છે. જે બે દિવસ ચાલે તેટલો છે. બાકીનો ડોઝ પાઇપલાઇનમાં હોવાનું જાણવા મળી રહ્યુ છે.

સરકાર દ્વારા ૧ મેથી ૧૮ થી ૪૪ વર્ષ સુધીનાં યુવાનો માટે રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મ.ન.પા. દ્વારા રસીકરણ ઝુબેશ અંતર્ગત શહેરમાં ૫૦ જેટલા વેકિશનેશન સેન્ટર શરૂ કરાયા છે અને ૧મેએ ૧૮થી ૪૫ વર્ષની વયના લોકોએ કોવિડ વેકસીન માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી હતી. જેમાં શનિવારે ૭પ૦૦, રવિવારે ૪૮૦૬ તથા આજ બપોર સુધીમાં ૩પ૪૮ યુવાનોને કોવીડની રસી આપવામાં આવી હતી.

ગઇકાલે શહેરમાં કોરોના વોરીયર્સ, સિનીયર સીટીઝન સહીત કુલ આજે બપોર સુધી ૩૦ર૯ વ્યકિતને કોવીડ વેકસીન આપવામાં આવી હતી.

આમ હવે યુવાધનને વેકસીનની ઝૂંબેશ ચાલુ છે અને આજ સુધીમાં ૧૮ હજારથી વધુ યુવાઓને પ્રથમ ડોઝ પણ અપાઇ ચૂકયો છે. અને સાથો-સાથ ૪પ વર્ષથી ઉપરનાં લોકોને પણ વેકસીનેશન ચાલુ હોઇ બંને વય જુથનાં રસીનાં ડોઝનું મેઇન્ટેઇન કરવુ અગત્યનુ છે ત્યારે તંત્ર વધુ ડોઝ મંગાવી રહ્યું છે.

ચાર મહિનામાં ર.૭૧ લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો

રાજકોટઃ ૧પ જાન્યુઆરીથી કેન્દ્ર સરકાર દ્વારા તબકકાવાઇઝ કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંતર્ગત રાજકોટમાં આજદિન સુધીમાં ફ્રન્ટલાઇન વોરિયસ હેલ્થ વર્કર, ૬૦ વર્ષની ઉપરના, મળતી ૬૦ વર્ષની ઉપરના  ૪પથી  ૬૦ વર્ષ સુધીના તથા ૧૮ વર્ષથી ૪૪ વર્ષ સુધીના ર.૭૩ લાખ લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે.

જયારે ફ્રન્ટલાઇન વોરિયર્સ હેલ્થ વર્કર, ૬૦વર્ષની ઉપરના ૪પ થી ૬૦ વર્ષ સુધીના ૮પ,૯૦, નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.

૪૫ વર્ષથી ઉપરના લોકોનું આજે અને કાલે રસીકરણ ચાલુ રહેશેઃ ઉદીત અગ્રવાલ

રાજકોટ, તા., ૪: મ્યુનિસીપલ કમિશ્નરે શ્રી ઉદીત અગ્રવાલે અકિલાને જણાવ્યું હતું કે રસીનો ડોઝ અમારી પાસે ઉપલબ્ધ છે. આજે અને કાલે ૪પ વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ ચાલુ છે. વધુ ડોઝ મંગાવાયા છે અને તુરંતમાં નવો જથ્થો આવી જશે.

ત્યારે આ નવો જથ્થો આવે ત્યાં સુધી મ.ન.પા. દ્વારા રસીકરણની જે વ્યવસ્થા કરવામાં આવે તેમાં નાગરિકો સહકાર આપે તેમ મ્યુ. કમિશનર શ્રી ઉદ્દિત અગ્રવાલે જણાવ્યું છે.

(3:18 pm IST)