રાજકોટ
News of Tuesday, 4th May 2021

દિપ્તીનગર પાસેથી કારમાં દારૂનો જથ્થો ભરી નીકળેલો જંગલેશ્વરનો ઇમુ પકડાયો

ભકિતનગર પોલીસ સ્ટેશનના ભાવેશભાઇ મકવાણા અને રણજીતસિંહ જાડેજાની બાતમી પરથી કાર્યવાહીઃ ૧.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૪: જંગલેશ્વર તવક્કલ ચોક શેરી નં. ૨૬માં રહેતાં ઇમરાન ઉર્ફ ઇમુ ગુલાબભાઇ બેલીમ (ઉ.વ.૩૬)ને સફેદ રંગની સાન્ટ્રો કાર જીજે૦૧એચઇ-૬૩૯૭માં રૂ. ૧૨ હજારનો દારૂ ભરી ૮૦ ફુટ રોડ કોઠારીયા રીંગ રોડ દિપ્તીનગર પાસેથી નીકળતાં ભકિતનગર પોલીસે ઝડપી લઇ દારૂ-કાર મળી રૂ. ૧,૧૯,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કારમાંથી મૂનવોક એપલ વોડકાની ૩૫ બોટલો, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૨૪ બોટલો મળી આવી હતી. ડી. સ્ટાફના કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને રણજીતસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા, ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, સલિમભાઇ, હિતેન્દ્રસિંહ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ, હિતુભા, મૈસુરભાઇ સહિતે એસીપી એચ. એલ. રાઠોડની સુચના હેઠળ આ કામગીરી કરી હતી.

(3:28 pm IST)