રાજકોટ
News of Tuesday, 4th May 2021

વાહ... રેમ્યા મોહનજી વાહ.. અભિનંદન...

ખુશ્બુબેન દાવડાએ સીલાઇ, ભરતગૂંથણથી મળેલ આવક લોકસેવા માટે કલેકટરશ્રીને અર્પણ કરી, તેઓએ અનાજ કરીયાણા, દવાના વાઉચર આપી ઉપયોગમાં લેવા જણાવ્યું

રાજકોટ : મોતીકામ ક્ષેત્રે દેશભરમાં નામના ધરાવનાર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ જેમની કલાકારીગીરીને બિરદાવેલ છે તેવા રાજકોટના શ્રીમતી ખુશ્બુબેન આકાશ દાવડાએ જણાવ્યું છે કે કોરોનાની મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. સાથે રાત-દિવસ જોયા વગર સમગ્ર વહીવટી તંત્ર, ડોકટર્સ, પોલીસકર્મીઓ, સફાઇ કામદારો, મીડીયા કર્મીઓ અને સમાજ સેવકો મહેનત કરી રહ્યા છે.

ત્યારે હું અને મારા સાસુ ઘરે સીલાઇ કામ, ભરત, ગૂંથણ વગેરે કરીયે  છીએ. તેમાં જે રકમ મળી છે તે બધી જ રકમ ભેગી કરી અમે રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહનજીને લોકસેવાના હેતુથી આપવા ગયેલા પરંતુ તે રકમ કલેકટરશ્રી અને એડીશનલ કલેકટરશ્રી પી.બી. પંડયાજીએ અને જે.કે. પટેલજીએ સવિનય ન સ્વીકારી પણ ઉપરાંતમાં અમને સમાજ સેવા માટે જરૂરત મંદોને આપવા માટે અનાજ-કરીયાણા અને દવાના વાઉચર આપ્યા.

હંમેશા લોકોની સેવામાં ખડેપગે રહેનાર અને પ્રજાની લાગણી સમજીને કામ કરનાર આ મહાન નારી શકિતને અધિકારીશ્રીને કોટી કોટી વંદન.

(4:11 pm IST)