વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો સંજય ઉર્ફે ચંદો પકડાયો
ગાંધીગ્રામ પોલીસે પરાપીપળીયા પાસેથી દબોચ્યો
રાજકોટ તા. ૪ : મોરબી રોડ રોણકી પાસેથી કબજે કરેલ વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા શખ્સને ગાંધીગ્રામ પોલીસે પરાપીપળીયા પાસેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ.કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી.રાણા, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ વનરાજભાઇ, ભરતભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, દિગ્વીજયસિંહ, ગોપાલભાઇ તથા દિનેશભાઇ સહિતે પરાપીપળીયા પાસેથી સંજય ઉર્ફે ચંદો ધમાભાઇ અધારીયા (ઉ.૩૦) (રહે.ખંઢેરી ગામ પાણીના ટાંકાનીબાંજુમાં ને પકડી લઇ કાર્યવાહી કરી હતી એકવર્ષ પહેલા રોણકી પાસે વિદેશી દારૂના ૯૬ ચપલા ગાંધીગ્રામ પોલીસે કબ્જે કર્યા હતા આ ગુનામાં સંજય ઉર્ફે ચંદો ફરાર હતો.