રાજકોટ
News of Monday, 4th July 2022

સિવિલ હોસ્‍પિટલમાં વોર્ડ નં. ૭ સામેથી બેભાન મળેલા પ્રોૈઢનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૪: સિવિલ હોસ્‍પિટલમાં એક તરફ વોર્ડમાંથી એક વૃધ્‍ધ દર્દીને બહાર ફેંકી દેવામાં આવ્‍યાના મુદ્દે તબિબી અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરાવવામાં આવી છે ત્‍યારે બીજી તરફ ગઇકાલે બપોરે પોણા ત્રણેક વાગ્‍યે વધુ એક અજાણ્‍યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ વોર્ડ નં. ૭ની સામેના ભાગેથી બેભાન મળતાં ઇમર્જન્‍સી વોર્ડમાં ખસેડાતાં તેને મૃત જાહેર કરાયા છે.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના અલ્‍પેશભાઇ વધેરાએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, પરીચીત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:03 pm IST)