રાજકોટ
News of Wednesday, 4th August 2021

કોર્ટ પાસે ટ્રાફિક જામ થતા વધુ ટ્રાફિક પોલીસ બંદોબસ્ત ફાળવવા વકીલોની માંગણી

હોસ્પિટલ ચોકમાં બંધાતા નવા બ્રીજના કારણે

રાજકોટ,તા. ૪ : રાજકોટ શહેરમાં આવેલી વિવિધ કોર્ટોની આજુબાજુ હોસ્પિટલ ચોકમાં ટ્રાએંગલ બ્રીજનું કામ ચાલતુ હોય, રસ્તાઓ ખોદી નાંખેલ હોય, માત્ર એક રસ્તો ચાલુ હોય તથા મોચી બજારથી કેસરી હિંદ પુલનો ભયાનક ટ્રાફીક આવતો હોય, દરરોજ ત્રીસ મીનીટથી વધુ ટ્રાફીક જામ થાય છે અને તેના કારણે વકીલોને કોર્ટમાં આવતા વાર લાગે છે.

ટ્રાફીક જામને હિસાબે કોર્ટમાં વકીલોને આવતા મોડુ થતા તેમના અસીલો સામે વોરંટ નિકળે તે માત્ર એક ટ્રાફીક કોન્સ્ટેબલ આવા ટ્રાફીક જામની વ્યવસ્થા કરી શકે નહિ તે સમજી શકાય માટે ઓછામાં ઓછા પાંચ ટ્રાફીક કોન્સ્ટેબલ જ્યાં સુધી પુલનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી મુકવામાં આવે તેવી રાજકોટ બાર એસો.ના વકીલોએ ડીસ્ટ્રીકટ જજને પત્ર પાઠવેલ છે. 

(3:07 pm IST)