રાજકોટ
News of Wednesday, 4th August 2021

મવડી ચોકડી ખાતે 'મેવાડ રેસ્ટોરન્ટ એન્ડ દાલ બાટી'નો પ્રારંભ

રાજકોટ : હાલમાં શહેરના મવડી ચોકડી ખાતે 'મેવાડ  રેસ્ટોરન્ટ એન્ડ દાલબાટી'નામનું નવું રેસ્ટોરન્ટનો શુભારંભ થયો છે. રેસ્ટોરન્ટનાં ઓર્નર યુવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, રાજકોટની જનતા ખાવાની અને ખવડાવવાની ખૂબ શોખીન છે. રાજકોટમાં દાલબાટી પસંદ કરતો વર્ગ પણ મોટો છે. માટે જ અમોએ આ પ્રયાસ કરવા પ્રેરાયેલા છીએ. રાજકોટવાસીઓને દાલબાટીનો સ્વાદ મળે એ માટે ખાસ રાજસ્થાનથી સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.કો-ઓર્નર ધર્મેન્દ્રસિંહ ચાવડા તેમજ રમેશભાઇ જી.પટેલ (રાજસ્થાન)એ સ્વાદ શોખીન જનતાને દાલબાટીનો સ્વાદ માણવા પધારવા અનુરોધ કર્યો છે.

(3:11 pm IST)