રાજકોટ
News of Wednesday, 4th August 2021

જૈન સોશ્યલ ગ્રુપ્સ ફેડરેશન દ્વારા ચક્ષુદાન અભિયાનનો પ્રારંભ

ચલો લે ચલે ઉન્હેં સૂરજ કી ઓર, જિનકી આંખો મેં અમાવસ બસા હે : ડિજિટલ ચક્ષુદાન સંકલ્પ પત્રનું લોકાર્પણઃ દેશભરમાંથી ઘેર બેઠા ચક્ષુદાન સંકલ્પ પત્ર ભરી શકાશેઃ ઉપેનભાઈ મોદીનું સન્માન

રાજકોટઃ જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશનના સૌરાષ્ટ્ર રિજીયનના ચેરમેન ડો.ચેતન વોરા માર્ગદર્શન હેઠળ અને જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મિડટાઉનના સહકારથી એક સંકલ્પ વર્કશોપ સેમિનારનું આયોજન સિઝન્સ હોટલમાં કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્રના ૩૫ ગ્રૂપર્સના સભ્યો ઉપસ્થિત રહેલ.

હાલના ફેડરેશનના અધ્યક્ષ લલિતભાઈ શાહ દ્વારા જોય ઓફ ગિવિંગ, સિર્ફ દેના હે લેના નહીં હે નું સૂત્ર ફેડરેશનના ૪૦૩ ગ્રૂપ્સના બાસઠ હજાર સભ્યોને આગામી બે વર્ષ માટે આપવામાં આવેલ છે. તે અંતર્ગત સામાજિક પ્રવૃતિના ભાગરૂપે અલગ- અલગ કમિટીની રચના કરવામાં આવેલ છે. જેમાં આઈ ડોનેશન ડ્રાઈવ ચક્ષુદાન અભિયાન કમિટીના ચેરમેન તરીકે રાજકોટના ઉપેનભાઈ મોદીની વરણી કરવામાં આવેલ છે. આઈ ડોનેશન ડ્રાઈવ કમિટી દ્વારા એક ચક્ષુદાનની જન જાગૃતિ માટે ડિજિટલ વિડીયો કલીપ બનાવવામાં આવેલ છે.

 જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના મહાસચિવ અભયભાઈ નાહર, વાપી, રિજીયન ચેરમેન ડો.ચેતનભાઈ વોરા, ગાંધીધામ અને ફેડરેશનના ઉપપ્રમુખ મનીષભાઈ દોશી રાજકોટ, ફેડરેશનના ઈન્ટરનેશનલ ડાયરેકટરો નિલેશભાઈ કામદાર રાજકોટ, રાજેશભાઈ શાહ ગાંધીધામ અને જયેશભાઈ શાહ ભુજના હસ્તે એક ડિજિટલ ચક્ષુદાન સંકલ્પ પત્રનું લોકાર્પણ કરવામાં આવેલ. આ ડિજિટલ સંકલ્પ પત્ર સમગ્ર વિશ્વમાંથી કોઈપણ ઉંમરની વ્યકિત નાત જાતના ભેદભાવ વગર, પોતાના મોબાઈલ દ્વારા ફેસબુક, ટ્વીટર અને ઈમેઈલ દ્વારા ભરી શકશે. આ ડિજિટલ ચક્ષુદાન સંકલ્પ પત્ર લોકાર્પણ પ્રસંગે જણાવતા ફેડરેશનના મહાસચિવ અભયભાઈ નાહરએ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી.

દેશભરમાં બે કરોડથી વધુ લોકો દ્રષ્ટિહીન છે જેમાં ૮૦ ટકા અંધજનને દ્રષ્ટિદાન દ્વારા દેખતા કરી શકાય તેમ છે. ત્યારે ડિજિટલ ચક્ષુદાન  સંકલ્પ પત્રની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૮૨૪૦ ૪૩૧૪૩ ઉપરથી મળી શકશે.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર રિજીયનના ઉત્સાહી ચેરમેન ડો.ચેતનભાઈ વોરાએ જણાવેલ કે સૌરાષ્ટ્ર રિજીયનમાં આવેલ ૩૫ ગ્રુપો અને ૧૨ સંગીનીના દશ હજારથી વધુ સભ્યો દ્વારા ખુબ જ સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે અને આગામી બે વર્ષમાં સૌરાષ્ટ્ર રિજીયન દ્વારા જીવદયા અને માનવતા કાર્યો કરવા આયોજન થઈ રહ્યા છે.

આઈ ડોનેશન ડ્રાઈવની સુંદર કામગીરી જોઈ ફેડરેશનના અધ્યક્ષ લલિતભાઈ શાહ દ્વારા મોકલવામાં આવશે પ્રેસિડન્ટ પિન આઈ ડોનેશન કમિટીના ચેરમેન ઉપેનભાઈ મોદીને મહાસચિવ અભયભાઈ નાહર દ્વારા પહેરાવી સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર રિજીયનના વાઈસ ચેરમેન સેજલભાઈ કોઠારી, સચિવ નિલેશભાઈ કોઠારી, વર્કશોપ સેમિનારના આયોજક મિડટાઉનના પ્રમુખ મનીષભાઈ મહેતા, કન્વીનર મેહુલભાઈ દામાણી, સંગીની ચેરપર્સન સેજલબેન દોશી રિજીયનના ફર્સ્ટ લેડી નેહાબેન ચેતનભાઈ વોરા, નિતેષભાઈ કામદાર વિ.એ જહેમત ઉઠાવી હતી. તેમ સંસ્થાના ચેરમેન ઉપેનભાઈ મોદી મો.૯૮૨૪૦ ૪૩૧૪૩ની યાદીમાં જણાવાયું છે.

(3:15 pm IST)