રાજકોટ
News of Wednesday, 4th August 2021

રેલનગર ભકિત પાર્કમાં વૃધ્ધાના મકાનમાં દરોડો : જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ

પ્ર.નગર પોલીસનો દરોડો : ૧૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૪ : શહેરના રેલનગર ભકિત પાર્કમાં ભાડાના મકાનમાં વૃધ્ધા સંચાલીત જુગારધામ પર પ્ર.નગર પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતી ચાર મહિલાઓને પકડી કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ રેલનગર ભકિત પાર્ક શેરી નં. ૧માં ભાડે રહેતી વૃધ્ધા પોતાના મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમી મળતા પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી.પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, યુવરાજસિંહ, કુલદીપસિંહ, અક્ષયભાઇ, અશોકભાઇ તથા મહાવીરસિંહ સહિતે મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનમાં ભાડે રહેતા ચંદ્રીકાબેન રમણીકભાઇ કોટક, રેલનગર રામેશ્વર પાર્ક શેરી નં. ૪ના કૈલાશબા પૃથ્વીરાજસિંહ જાડેજા, મોહનબા ગંભીરસિંહ રાઠોડ, રેલનગર સંતોષીનગર શેરી નં. ૩ના મનીષાબેન સંજયભાઇ મકવાણાને પકડી લઇ રૂ. ૧૦,૧૧૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:16 pm IST)