રાજકોટ
News of Wednesday, 4th August 2021

લેન્ડ ગ્રેબીંગ અને છેતરામણી સ્કીમોમાં નાણા ગુમાવનારા માટે પણ લોકદરબાર

૬ઠ્ઠીએ વ્યાજંકવાદને લગતાં પ્રશ્નોની સાથે આ પ્રશ્નો પણ સાંભળશે પોલીસ

રાજકોટ તા. ૪: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ પુર્ણ થયા હોઇ તે અંતર્ગત તા. ૧ થી ૯ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત શહેર પોલીસ દ્વારા ૬ઠ્ઠીએ વ્યાજંકવાદ વિરોધી લોકદરબારનું આયોજન કરાયું છે. તેમાં લેન્ડ ગ્રેબીંગના પ્રશ્નો તથા  અને રોકાણકારોને લલચાવી ઠગાઇ કરવાના કિસ્સાઓમાં જીપીઆઇડી એકટ (ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડિપોઝીટ એકટ) હેઠળના પ્રશ્નો પણ સાંભળવામાં આવશે.

વ્યાજંકવાદ ઉપરાંત જમીનને લગતી ગુનાખોરીના પ્રશ્નો તથા રોકાણની સ્કીમમાં છેતરાયા હોય તેવા લોકો પણ આ લોક દરબારમાં હાજર રહી પ્રશ્નો રજૂ કરી શકશે. લોક દરબાર તા. ૬ના સવારે ૧૦ થી ૨ સુધી રૈયા રોડ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાશે. કોઇપણ શહેરીજન ત્યાં હાજર રહી ઉપરોકત પ્રશ્નો અંગે રજૂઆત કરી શકે. છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પોલીસ ઇન્સપેકટર્સ આ લોક દરબારમાં હાજર રહેશે. 

(4:05 pm IST)