રાજકોટ
News of Friday, 4th September 2020

રાજકોટ જિલ્લા પંચાયતના ૧૫ સભ્યો હાલની બેઠક પર નહિ લડી શકે

નવા સીમાંકન અને અનામત બેઠક ફાળવણીથી પાસા પલટાયા : કુલ ૩૬ પૈકી ૧૦ બેઠકો જ્ઞાતિગત અનામત : ખાટરિયા, પાદરિયા, શીંગાળા, વીંઝુડા, નાકિયા, ધડુક, લુણાગરિયા, શ્રીમતિ આંદીપરા, ભાવનાબેન ભૂત વગેરેએ મત વિસ્તાર બદલવો પડશે અથવા પોતે ચૂંટણી લડવાનું માંડી વાળવુ પડશે : માધાપર રાજકોટમાં ભળી જતા નવી બેડલા બેઠકનું સર્જન

રાજકોટ તા. ૪ : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગઇકાલે સાંજે રાજકોટ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે નવુ સિમાંકન અને અનામત બેઠકોની ફાળવણી જાહેર થઇ છે. માધાપર, મોટામવા વગેરે વિસ્તાર રાજકોટ શહેરમાં જોડાઇ જતા તેના નજીકના વિસ્તારને જોડીને નવી બેડલા બેઠકનું સર્જન કરવામાં આવ્યું છે. અન્ય બેઠકોના સિમાંકનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર નથી પરંતુ રોટેશનમાં ધરખમ ફેરફાર થઇ ગયો છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ અને ૫૦% મહિલા અનામત બેઠકોના કારણે રાજકિય ચોપાટના પાસા ઘણા ઉલ્ટા-સુલ્ટા થઇ ગયા છે. કુલ ૩૬ બેઠકો પૈકી ૧ સભ્યનું અવસાન થયેલ છે. હાલના ૧૫ જેટલા સભ્યો પોતાની બેઠક અનામત થઇ જવાના કારણે તે જ બેઠક પરથી ચૂંટણી લડી શકશે નહિ. તેમણે બેઠક બદલવી પડશે અથવા પોતે ચૂંટણી લડવાનું માંડી વાળવું પડશે. ૨૦૧૫ની ચૂંટણીમાં ૩૬ બેઠકો પૈકી કોંગ્રેસને ૩૪ અને ભાજપને માત્ર ૨ બેઠકો મળી હતી.

ચૂંટણી પંચે હાલ નવા સિમાંકન બાબતે પ્રાથમિક જાહેરનામુ બહાર પાડી ૧૦ દિવસની મુદ્દતમાં વાંધા સુચનો મંગાવ્યા છે. મજબૂત પુરાવા સાથેના વ્યાજબી વાંધાસૂચન હોય તો જ સિમાંકનમાં તેટલા પૂરતા ફેરફારને અવકાશ રહે છે. મહદ અંશે હાલનું જાહેર થયેલ સિમાંકન જ આખરી રહેશે. અનામત બેઠકોની ફાળવી માટે વાંધાસૂચનો મગાવાતા નથી.

જિલ્લા પંચાયતના વર્તમાન ઉપાધ્યક્ષ સુભાષ માંકડિયા, કારોબારી અધ્યક્ષ કિશોર પાદરિયા, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધડુક, પૂર્વ કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયા ઉપરાંત ચંદુભાઇ શિંગાળા, કિરણબેન આંદિપરા, પરસોત્તમ લુણાગરીયા, હંસાબેન વૈષ્ણવ, ભાવનાબેન ભૂત, સોમાભાઇ મકવાણા વગેરેના હાલના મત ક્ષેત્રમાં જ્ઞાતિગત રીતે અથવા મહિલા અનામતની દૃષ્ટિએ ફેરફાર આવતા તેઓ હાલની બેઠક પર ચૂંટણી લડી શકશે નહિ. પંચાયતના પૂર્વ અધ્યક્ષ નિલેષ વિરાણી સહિતના કેટલાક જાણીતા ચહેરાઓના મતક્ષેત્રમાં કોઇ ફેરફાર ન થયો હોવાથી ફરી તેમની ઉમેદવારીની રસ્તો ખુલ્લો રહ્યો છે.

પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા 'આઉટ'

રાજકોટ : જિલ્લા પંચાયતનું નવુ સીમાંકન અનેક મોટા માથાઓને અસર કરી ગયું છે. વર્તમાન પ્રમુખ અલ્પાબેન ખાટરિયા જ્યાંથી ચૂંટાયા છે તે કોટડાસાંગાણી બેઠક બિનઅનામત થઇ જતા તેઓ ત્યાંથી ચૂંટણી લડી શકશે. ઉપપ્રમુખ સુભાષ માંકડિયાની સુપેડી બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, કારોબારી અધ્યક્ષ કિશોર પાદરિયાની પેઢલા બેઠક સામાન્ય સ્ત્રી માટે અને શાસક પક્ષના નેતા વિનુભાઇ ધડુકની સાણથલી બેઠક સામાન્ય સ્ત્રી માટે અનામત થઇ જતા તેઓ હાલની બેઠક પરથી ચૂંટણી લડી શકશે નહિ.

અનામત ફાળવણી

અનુસૂચિત જાતિ

૦૫

આદિજાતિ

૦૧

બક્ષીપંચ

૦૪

કુલ

૧૦

કુલ બેઠકો ૩૬ પૈકી ૫૦ ટકા મુજબ ૧૮ બેઠકો મહિલા અનામત

 

કોની બેઠકો અનામત થઇ ગઇ ?


 

અર્જુન ખાટરિયા

કે.પી. પાદરિયા

ચંદુભાઇ શીંગાળા

કિરણબેન કે. આંદીપરા

હંસાબેન વૈષ્ણવ

ભાવનાબેન ભૂત

સોમાભાઇ મકવાણા

મનોજભાઇ બાલધા

બાલુભાઇ વીંઝુડા

અવસરભાઇ નાકિયા

વિનુભાઇ ધડુક

પરસોત્તમભાઇ લુણાગરિયા

સુભાષભાઇ માકડિયા

હંસાબેન વૈષ્ણવ

અર્ચનાબેન સાકરિયા

 

ક્રમ

બેઠક

તાલુકો

હાલનો પ્રકાર

નવી ફાળવણી

૧.

આણંદપર

રાજકોટ

બક્ષીપંચ સ્ત્રી

સામાન્ય સ્ત્રી

ર.

આટકોટ

જસદણ

બક્ષીપંચ સ્ત્રી

સામાન્ય સ્ત્રી

૩.

બેડી

રાજકોટ

બક્ષીપંચ

સામાન્ય સ્ત્રી

૪.

ભાડલા

જસદણ

બક્ષીપંચ

બિનઅનામત

પ.

ભડલી

વીંછીયા

સામાન્ય સ્ત્રી

બક્ષીપંચ સ્ત્રી

૬.

બોરડી સમઢીયાળા

જેતપુર

સામાન્ય સ્ત્રી

બક્ષીપંચ

૭.

ચરખડી

ગોંડલ

સામાન્ય સ્ત્રી

અનુસૂચિત જાતિ

૮.

દડવી

કંડોરણા

સામાન્ય સ્ત્રી

અનુસૂચિત જાતિ

૯.

દેરડી કુંભાજી

ગોંડલ

સામાન્ય

બક્ષીપંચ

૧૦.

ડુમીયાણી

ઉપલેટા

અનુસુચિત જાતિ

સામાન્ય સ્ત્રી

૧૧.

જામકંડોરણા

જામકંડોરણા

સામાન્ય

સામાન્ય સ્ત્રી

૧ર.

કમળાપુર

જસદણ

સામાન્ય સ્ત્રી

બિનઅનામત

૧૩.

કસ્તુરબાધામ

રાજકોટ

સામાન્ય સ્ત્રી

બિનઅનામત

૧૪.

કોલીથડ

ગોંડલ

સામાન્ય સ્ત્રી

બિનઅનામત

૧પ.

કોલકી

ઉપલેટા

આદિજાતિ

બિનઅનામત

૧૬.

કોટડા સાંગાણી

કોટડાસાંગાણી

સામાન્ય સ્ત્રી

બિનઅનામત

૧૭.

કુવાડવા

રાજકોટ

સામાન્ય સ્ત્રી

સામાન્ય સ્ત્રી

૧૮.

લોધિકા

લોધિકા

સામાન્ય સ્ત્રી

અનુસૂચિત જાતિ

૧૯.

(બેડલા) માધાપર

રાજકોટ

સામાન્ય સ્ત્રી

બક્ષીપંચ સ્ત્રી

ર૦.

મોટીમારડ

ધોરાજી

સામાન્ય સ્ત્રી

બિનઅનામત

ર૧.

મોવૈયા

ગોંડલ

સામાન્ય

સામાન્ય સ્ત્રી

રર.

પડધરી

પડધરી

સામાન્ય સ્ત્રી

બિનઅનામત

ર૩.

મોટીપાનેલી

ઉપલેટા

અનુસુચિત જાતિ

સામાન્ય સ્ત્રી

ર૪.

પારડી

લોધિકા

અનુસુચિત જાતિ

સામાન્ય સ્ત્રી

રપ.

પેઢલા

જેતપુર

સામાન્ય

સામાન્ય સ્ત્રી

ર૬.

પીપરડી

વીંછીયા

સામાન્ય

સામાન્ય સ્ત્રી

ર૮.

સાણથલી

જસદણ

સામાન્ય

સામાન્ય સ્ત્રી

ર૯.

સરપદડ

પડધરી

સામાન્ય

આદિજાતિ

૩૦.

સરધાર

રાજકોટ

સામાન્ય

બિનઅનામત

૩૧.

શિવરાજગઢ

ગોંડલ 

સામાન્ય સ્ત્રી

બિનઅનામત

૩૧.

સુપેડી

ધોરાજી

સામાન્ય

બિનઅનામત

૩૩.

થાણાગાલોળ

જેતપુર

સામાન્ય

બિનઅનામત

૩૪.

વેરાવળ શાપર

કોટડા સાંગાણી

અનુસુચિત જાતિ સ્ત્રી

સામાન્ય સ્ત્રી

૩પ.

વીંછીયા

વીંછીયા

સામાન્ય

બિનઅનામત

૩૬.

વીરપુર

જેતપુર

સામાન્ય

સામાન્ય સ્ત્રી

નોંધ : માધાપર રાજકોટ શહેરમાં ભળી જતા માધાપરના નજીકના વિસ્તારોને આવરીને બનાવાયેલી નવી બેઠકને બેડલા નામ આપવામાં આવ્યું છે.

(11:37 am IST)